Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

જો કે લોકોએ સોશ્યલ ડિસ્ટેન્સ, માસ્ક વગેરેનું પાલન કરવુ પડશેઃ ટોળાશાહીથી દૂર રહેવુ પડશે

આજથી રંગીલુ રાજકોટ ફરી ધબકશેઃ છૂટછાટોનો વરસાદ

દુકાનો હવે સામાન્ય દિવસોની જેમ ખુલ્લીઃ રેસ્ટોરન્ટો રાત્રે ૧૧ સુધીઃ બાગ-બગીચાઓ ખુલ્લા કરી દેવાશેઃ સિનેમા થિયેટરો બંધ રહેશેઃ શૈક્ષણિક સંસ્થાઓમાં ૫૦% સ્ટાફ બોલાવી શકશેઃ શાળાઓ ૨૧મીથી ખુલશે પરંતુ ધો.૯થી ૧૨ માટેઃ જાહેરનામુ પ્રસિધ્ધ કરતાં કલેકટર રેમ્યા મોહન

રાજકોટ, તા.૨: કોરોનાએ માઝા મૂકી છે ત્યારે આ મહામારી વચ્ચે પણ જનજીવન ધબકતુ રાખવા અને લોકોનું જીવન બને તેટલુ વધુ સરળ અને સામાન્ય બને તે માટે સરકારે આજથી અનલોક-૪નું જાહેરનામુ અમલી બનાવ્યુ છે. જેમાં મોટા ભાગની છુટછાટો અપાતાં હવે શહેર રાત્રીનાં ૧૧ સુધી ધબકતું દેખાશે.

અનલોક-૪ અંગે કલેકટરશ્રીએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે જેથી હું, રેમ્યા મોહન (IAS), જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જીલ્લા, રાજકોટ, ફોજદારી કાર્યરીતિ સંહિતા,૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૩૭(૪), ૪૩ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ર૦૦૫ ની કલમ—૩૪ ની રૂએ ફરમાવુ છું કે,

 સક્ષમ સત્તાધિકારીશ્રીની પુર્વ પરવાનગી વગર અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવું નહીં.

 જાહેર સ્થળોએ સક્ષમ સતાધિકારીશ્રીની પુર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહી કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી.

 સમગ્ર રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં વિસ્તારોમાં કોરોનાં વાઈરસનું સંકમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યકિતએ જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસનાં વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર, શેરી-બંધ ગલીઓમાં કે એવા કોઈ પણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહી તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી.

 કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ થી રાત્રીના ૭ સુધી ચાલુ રહેશે. તે સિવાયની કોઈ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહી તેમજ લોકડાઉનની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે.

 તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ અનુ.શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવી, વહીવટી કાર્યાલય રાબેતા મુજબ ચાલુ રાખી શકાશે, ઓનલાઈન/ડીસ્ટન્સ લર્નીંગ ચાલુ રાખી શકાશે. (આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા બહાર પાડવામાં આવેલ SOPનાં ચુસ્ત પાલન સાથે તા.૨૧/૦૯/૨૦૨૦ થી શૈક્ષણિક સંસ્થાઓમાં ૫૦% શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ/Tele Counselling માટે બોલાવી શકાશે )

તા.૨૧/૦૯/૨૦૨૦ થી આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા બહાર પાડવામાં આવનાર SOP અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારોમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતાં વિધાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખીત પૂર્વમંજુરી મેળવી શાળાએ જઈ શકશે.

 તમામ પ્રકારની દુકાનો ખુલ્લી રાખી શકાશે.

 હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ રાત્રીનાં ૧૧:૦૦ વાગ્યા સુધી સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે.

 યોગા ઈનસ્ટીટયુટ અને જીમ્નેશીયમ કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયની SOP અનુસાર ચાલુ રાખી શકાશે.

 શોપીંગ મોલ્સ ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે.

 તમામ સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ, સ્નાનાગારો, મનોરંજન ગૃહો, નાટય ગૃહો, કલબ, જાહેર બગીચાઓ, પ્રાણી સંગ્રહાલય, વોટરપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બાર અને સભાગૃહો, સભાખંડો અને તે પ્રકારના સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. રમતગમત સંકુલો અને સ્ટેડીયમ ખોલી શકાશે પરંતુ દર્શકો માટે બંધ રાખવા.

 તમામ ધાર્મિક સ્થળો ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ અને સોશીયલ ડીસ્ટન્સ પાલન કરવાની શરતે તથા મોટી સંખ્યામાં જનમેદની એકઠી થાય તેવી રીતે કોઈપણ જાતના મેળાવડા કે કાર્યક્રમ નહીં કરવાની શરતે ચાલુ રાખી શકાશે.

 તમામ સામાજીક, શૈક્ષણિક, રમતગમત, મનારેજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક/રાજકીય સમારોહ તથ અન્ય મેળાવડાઓમાં તા.૨૧/૦૯/૨૦૨૦ થી ૧૦૦ વ્યકિતઓથી વધુ નહી તે રીતે તેમજ  આવા કાર્યક્રમોમાં માસ્ક/ફેસ કવર, સોશીયલ ડિસ્ટનસીંગ, થર્મલ સ્કેનીંગ અને હેન્ડવોશ અથવા સેનીટાઈઝરની સુવીધા સાથે થઈ શકશે પરંતુ લગ્ન સમારોહમાં ૫૦ વ્યકિત જયારે અંતિમક્રિયા/અંતિમવિધી માટે ૨૦ વ્યકેતઓની મર્યાદા તા.૨૦/૦૯/૨૦૨૦ સુધી યથાવત રહેશે.

 ફેરીયાઓ સ્થાનિક સતામંડળ-નગરપાલિકા/ગ્રામ પંચાયત નકકી કરે તે વિસ્તાર મુજબ પોતાની આર્થિક પ્રવૃતિઓ પ્રવૃતિઓ કરી શકશે.

 પુસ્તકાલય ૬૦% ની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

 સીટી બસ સેવાઓ કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર માટે ૬૦%ની બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

 ખાનગી બસ સેવા જી.એસ.આર.ટી.સી.ની માર્ગદર્શિકાઓ મુજબ ૮૦%ની બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. કોઈ પણ મુસાફર ઉભા રહી શકશે નહીં.

 ઓટો રીક્ષા ૧ ડ્રાઇવર તથા ર મુસાફર સાથે પરિવહન કરી શકશે.

 કેબ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ, ખાનગી વાહન ૧ ડ્રાઇવર તથા ર મુસાફર, જો બેઠક ક્ષમતા છ કે તેથી વધુ હોય તો ૧ ડ્રાઇવર તથા ૩ મુસાફર સાથે પરિવહન કરી શકશે.

 ટુ વ્હીલર્સ બે (ર) મુસાફરો સાથે પરિવહન કરી શકશે.

 જાહેર સ્થળો/ કામના સ્થળો ઉપર અને આવન-જાવન સમયે લોકોએ માસ્ક પહેરવું/ ચેહરો ઢાંકવાનો રહેશે. તેમજ થૂંકવું નહીં. જેના ભંગ બદલ સરકારશ્રી દ્વારા વખતો વખત હુકમથી નિયત કરેલ દંડની પાત્ર થશે.

 જાહેર સ્થળો અને પરિવહનમાં તમામ વ્યકિતઓ દ્વારા સામાજીક અંતર જાળવવાના રહેશે.

 જાહેર સ્થળોએ પાન, ગુટકા, તમાકુ વગેરેનું સેવન કરી શકશે નહી.

 જાહેર સ્થળો તથા દુકાનો પર ઓછામાં ઓછુ ફુટનું અંતર (દો ગઝ કી દુરી) જળવાઈ રહે અને દુકાન પર એક સમયે/એક સાથે પ (પાંચ) થી વધારે વ્યકિત એકઠી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

 કચેરીઓ, કાર્ય સ્થળો, ઔધોગીક અને વાણીજય એકમો વગેરેમાં કામ/વ્યવસાયના કલાકો અલગ-અલગ રાખવાના રહેશે. શકય હોય ત્યાં સુદ્યી ષ્ટષ્ટષ્ટષ્ટષ્ટ ફોમ હોમ' નો સિઘ્ધાંત અનુસરવો.

 કાર્યના સ્થળોએ તમામ પ્રવેશ અને નિકાસ દ્વારો અને સામાન્ય વિસ્તારોમાં થર્મલ સ્કેનીંગ, હેન્ડ વોશ અથવા સેનિટાઈઝર માટેની જોગવાઈ કરવાની રહેશે.

 કાર્યના સ્થળોએ પાળી બદલાય ત્યારે સમગ્ર કાર્ય સ્થળ તથા સામાન્ય સગવડો અને માનવ સંસર્ગમાં આવતી તમામ વસ્તુઓ જેમકે દરવાજાના હેન્ડલ વગેરેને સેનિટાઈઝ કરવાના રહેશે.

 કાર્યના સ્થળના પ્રભારી એવા તમામ વ્યકિતઓએ કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે પાળીઓ વચ્ચે યોગ્ય અંતર, કર્મચારીગણના ભોજન માટે અલગ-અલગ સમયની ગોઠવણ કરીને સામાજીક અંતર જળવવાનું રહેશે.

 દરેક એકમો/દુકાનદારોએ સરકારશ્રીની કોવીદ-૧૯ ની વખતોવખતની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

 જે તે જિલ્લામાં સક્ષમ અધિકારી ઘ્વારા કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરેલા વિસ્તારમાંથી કર્મચારી/કામદારો આવી/જઈ શકશે નહી.

ઉપરોકત તમામ છુટછાટ સોશીયલ ડીસ્ટન્સ જાળવવાની શરતે આપવામાં આવે છે.

. કોઈપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઈપણ પ્રકારના મીડીયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

. જો કોઈ નાગરીક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર / દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પીટલ અથવા શહેર / જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે.વહીવટી તંત્રની સુચના અનુસાર Home Quarantine Isolation પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે રાજકોટ જિલ્લાના Epidemic Diseases Act-1897ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

. કોઈ વિસ્તાર Cluster Quarantine જાહેર કરેલ હોય કે કોઈને રકત વેપર૩ળતલ માં ખસેડવામાં આવેલ હોય તેઓએ જે તે Quarantine ના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. અન્યથા જાહેરનામા ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

. આરોગ્યના કારણોસર અથવા આવશ્યક જરૂરિયાતો પુરી કરવા જવું પડે તે સિવાય ૬૫ વર્ષથી વધુ ઉમરની વ્યકિતઓ, બીમાર વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકોએ ઘરમાં જ રહેવું.

. તમામ ઓફીસ/એકમો અને કામના સ્થળોએ કામ કરતા તમામ કર્મચારીઓ/કારીગરોએ તેમના સ્માર્ટફોનમાં 'આરોગ્યસેતુ' એપ્લીકેશન ડાઉનલોડ કરી સમયાંતરે આ એપ્લીકેશન અપડેટ કરવાની રહેશે.

(3:18 pm IST)