Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલના ૫૦% બેડ કોવીડ માટે ફાળવવા હુકમ

રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસનો ચિંતાજનક વધારો થતા રાજય સરકારે તાકીદે આરોગ્ય સચિવને રાજકોટ દોડાવ્યા છે. રાજકોમટાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધુ હોય બેડની વ્યવસ્થા કરવા અસરકારક પગલા લેવામા આવી રહ્યા છે.

રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને એક હુકમ જાહેર કરીને ખાનગી હોસ્પિટલો અને કલિનિક ખાતે ૨૦ કે તેથી વધુ બેડ આવેલ હોય તો કુલ બેડના ૫૦ ટકા બેડ સરકારશ્રીને સોંપવાના રહેશે.

કલેકટરશ્રીએ જાહેર કેરલ હુકમમાં જણાવ્યુ છે કે ખાનગી હોસ્પિટલો તથા કલિનિકોએ કોવીડ-૧૯ સિવાયના દર્દીઓ માટે એટલે કે અન્ય રોગના દર્દીઓ માટે ૫૦ ટકા બેડનો ઉપયોગ કરી શકાશે. કોવિડ-૧૯ના દર્દીઓ માટે રીઝર્વ રાખેલ ૫૦ ટકા બેડ સરકારશ્રી દ્વારા જાતે જરૂરીયાત ઉભી થશે ત્યારે આ બેડનો ઉપયોગ કરવા  ઠરાવેલ છે.

(10:11 pm IST)