Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ઓશોના નિકટના સન્યાશીની માં યોગ મંજુલા (નાઇરોબી) ૮૮ વર્ષની વયે પુનામાં સમાધિ પૂર્વક નિર્વાણ પામ્યા

અંગ્રેજી પુસ્તક તંત્ર વિઝનનું ગુજરાતીમાં તંત્રાનુભૂતિ તથા તંત્રદર્શન-૨ ભાગમાં અનુવાદ કરેલ

રાજકોટઃ ગઇકાલે વ્હેલી સવારે માં યોગ મંજુલા ઓશોના પ્રથમ શ્રેણીના સન્યાશીનીએ સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરેલ છે. તેના વિષે કહીએ એટલુ ઓછુ પડે એમ છે. તેઓએ નાઇરોબીમાં ૩૦૦ લોકોને ઓશો સન્યાસ આપેલ. ઓશોની પ્રથમ મુલાકાત માટે તેઓ નાઇરોબીથી જબલપુર આવેલ. તેઓ ગુજરાતી હતા પુના આશ્રમમાં તથા ગોરેગોન તેઓ ઓશો સાથે જ હતા. ઓશોના બે અંગ્રેજી પુસ્તકનું ગુજરાતીમાં ભાષાતંર કરેલ. તેઓનું આખુ કુટુંબ સન્યાસ હતુ. તેઓએ ઓશોના ભગીરથ કાર્યમાં તન-મન-ધનથી ફાળો આપેલ. ઓશોએ પણ તેમના પર અથાગ પ્રેમ વરસાવેલ. બુધ્ધી અને હૃદયપ્રધાન ઉચકોટીના સાધક તેઓ ઓશોની ધ્યાન અને પ્રેમની વાતો કલાકો સુધી કરતાં તેમના સાંનિધ્યમાં બેસવુ એક લ્હાવો હતો.

રાજકોટ આવતા ત્યારે રાજકોટના જુના સન્યાસીની માં યોગ નિવેદતાના ઘર પર ઉતરતા તેઓ બંને વચ્ચે વર્ષો જુનો ગાઢ અતિ નીકટનો સંબંધ હતો. માં યોગ મંજુલા નિર્વાણ પામ્યા પહેલા પાંચ દિવસ પહેલા માં યોગ નિવેદીતા સાથે લાંબી વાતચીત થયેલ. મા યોગ  મંજુલાની દિકરી વિદેહ ઇટાલીના રાજકુમાર ચિંદાનંદ સાથે લગ્ન કરેલ. તેઓએ ૧૯૭૫ માં સન્યાસ લીધેલ બાદમાં નાઇરોબી જઇ ૨૦ વર્ષ ઓશો સેન્ટર ચલાવેલ. બાદમાં પુના આવી છેલ્લા ૨૫ વર્ષથી પુના આવી ઓશો કાર્ય તથા ધ્યાન પોતાના સેન્ટર ઉપર કરાવતાં રાજકોટમાં ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર ૨૦૦૦ની સાલમાં ૧ દિવસીય ઓશો ધ્યાન શિબિર તેઓશ્રીએ સંચાલન કરેલ. તેઓની બંને ગુજરાતી પુસ્તકો તંત્રાનૂભૂત તથા તંત્રદર્શન ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર ઉપલબ્ધ છે.

અમેરીકાના પિટસબર્ગ નામના નગરમાં અનુવાદ કરતી વખતે તેમની મા યોગ નિવેદીતા સાથે ટેલીફોનીક વાતચીતમાં તેઓ કહેતા ખરેખર ઓશોની હાજરી અનુભવાતી હતી. ઓશોના સાનિધ્યમાં જે મળ્યુ તેનાથી ગદગદ થઇ જવાતુ હતુ. ઓશોની વાણી વસ્તુસ્થિતિને ઘણા જ સ્પષ્ટતાથી સહજ સમજાવે છે. સાથે પોતાની ચેતના સાથે એક કરી તેનો અનુભવ દેતા જાય છે. વર્ષો અગાઉ રોપેલા બીજનું પોષણ એ થતુ જોવાય છે. ઓશોએ પૂર્વ અને પશ્ચિમના સમન્વયનું ખુબ પ્રયત્ન કર્યો. ઓશોએ જાતિ ભાતી અને દેશોની સીમાઓને નિરર્થક દેખાડી અસ્તીત્વની વાતો કરી આપણને અસ્તીત્વગત થતાં શીખવ્યું ક્રિયા તથા તાકાત અને કર્મ તથા અકર્મની વાતો સમજાવી ઓશોનું કામ હજુ ઓશો જ કરી રહયા છે. તેની પ્રતીતી થયા જ કરે છે. (૪૦.૨)

માં યોગ નિવેદીતા

સ્વામી સત્યપ્રકાશ

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર

રાજકોટ

મો.૯૪૨૭૨ ૫૪૨૭૬

(11:43 am IST)