Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

હોટેલમાં નગ્ન યુવતિના ડાન્સના વિડીયોની તપાસમાં મુખ્ય ત્રણ મુદ્દા કેન્દ્રમાં: ડીસીપી મનોહરસિંહ જાડેજા

વિડીયો વાયરલ કરનારાની ઓળખ થઇ છેઃ વિડીયો ઉતારનારા અંગે તપાસ

રાજકોટ તા. ૧: એક હોટેલમાં એક યુવતિ નગ્ન ડાન્સ કરતી હોય તેવો વિડીયો ગઇકાલે સોશિયલ મિડીયામાં વાયરલ થયા બાદ આ મામલે જાત જાતની અને ભાત ભાતની ચર્ચાઓ, મોઢા એટલી વાતો વહેતી થઇ જતાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ મુખ્ય ત્રણ બાબતોને કેન્દ્રમાં રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના અંગે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. વિડીયો વાયરલ કરનારા ઓળખાયા છે. પરંતુ વિડીયો કોણે બનાવ્યો? તેની માહિતી મેળવાઇ રહી છે.

જે ત્રણ મુદ્દા પર પોલીસ તપાસ શરૂ થઇ છે જેમાં વિડીયોનો સોર્સ અને ઓથેન્ટીસિટી, જ્યાં બનાવ બન્યો ત્યાં કોઇ મોટી પાર્ટી યોજાઇ હતી કે કેમ તે અંગે તથા ઇમ્પિરીયલ હોટેલના એન્ટ્રી અને એકઝીટ ગેઇટના ફૂટેજ ઉપરાંત રજીસ્ટરોની તપાસ કરવામાં આવી રહી છે. વેરિફાઇ કરી રહ્યાં છીએ. અત્યારે સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે એક બીજો વિડીયો પણ વાયરલ થયો હતો. તે બંને વીડિયો ચેક કર્યા છે અને બીજા નંબરનો હોટલની અંદરનો વીડિયો છે તે વીડિયો ઓથેન્ટિક લાગતો નથી. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મેચ થતું નથી.

છઠ્ઠા માળે રૂમ કોણે બૂક કર્યો હતો? વિડીયો કયા દિવસે ઉતર્યો? રૂમમાં કોણ કોણ હતું? એ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. જે બે દિવસે વિડીયો બન્યો હોઇ શકે તેવું કહેવાયું છે એ દિવસના રજીસ્ટર ચેક કરતાં દિલ્હીનું એક કપલ ઉતર્યુ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ખરાઇ કરતાં એ વિડીયો સાથે તેને કંઇ લેવાદેવા નહિ હોવાનું ખુલ્યું છે. હોટેલના તમામ રૂમોના પરદા બંધ છે અને જ્યાં યુવતિ ડાન્સ કરે છે એ એક જ બારી ખુલી છે, આ પરદો અંદરથી કોણે ખોલ્યો? કે પછી ભુલથી ખુલો રહી ગયો? તે પણ રહસ્ય છે. વિડીયો ઉતારનારા અંગે સગડ મળે પછી આગળ કંઇ થઇ શકે તેમ હોવાનું પોલીસ માની રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમો તથા એ-ડિવીઝન પીઆઇ સી. જે. જોષી અને ટીમ પણ તપાસ કરી રહી છે.

(3:12 pm IST)