Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગૌષિયાહ, નૂરાની,ફારૂકી સહીતની મસ્જીદોમાં કાલે બપોરે કુલ શરીફ

રાજકોટ, તા., ૨: સુન્ની મુસ્લીમ સંપ્રદાયના વર્તમાન સદીના વડા અને આલા-હઝરતના ટુંકા નામે ઓળખાતા ઇમામ અહેમદ રઝાખાન સાહેબ (રહે.)નો ૧૦૩ મો ઉર્ષ શરીફ બરૈલી (ઉતરપ્રદેશ) ખાતે તેઓની દરગાહે ઉજવવામાં આવશે.

જો કે વિશેષતા એ છે કે આલા હઝરતએ ઇસ્લામી માસ સફરની રપ મી તારીખે દેહત્યાગ કર્યો હતો. એ ર.૩૮ વાગ્યે મસ્જીદ-મદ્રેસાઓ અને અનેક ઘરોમાં તેઓના નામે સમુહ ફાતેહા ખ્વાની વિશ્વભરમાં કરવામાં આવે છે. એ પ્રમાણે કાલે રવીવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉર્ષે રઝાનો બપોરના સમયે અનેક સ્થળે રાબેતા મુજબ કાર્યક્રમ યોજાશે.

રાજકોટમાં ઉર્ષનુરીરઝા વાઅઝ કમીટી દ્વારા આજે રાત્રે ઇશાની નમાઝ પછીથી ૧૧ વાગ્યા સુધી ઉર્ષ રઝાનો કાર્યક્રમ ફારૂકી મસ્જીદ (દુધની ડેરી નજીક) ખાતે યોજાયો છે. ત્યારે કાલે રવિવારે બપોરે ગૌષિયા, નુરાની અને ફારૂકી સહીતની રાજકોટની મસ્જીદોમાં ઝોહરની નમાઝ બાદ કુલ શરીફના કાર્યક્રમ યોજાયા છે. જેમાં સૌને હાજરી આપવા ટ્રસ્ટોની યાદી જણાવે છે.

(3:14 pm IST)