Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોદક લાડુમાં કલરની ભેળસેળ કરનાર વેપારીને ૧ મહિનાની કેદ - ૫ હજારનો દંડ

ફૂડ સેફટી સ્ટાન્ડર્ડના નિયમોનો ભંગ કરનારા સામે કડક પગલા

રાજકોટ તા. ૨ : નવા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટની જોગવાઇ મુજબ શહેરના વધુ એક વેપારીને ૫ હજારનો દંડ અને ૧ માસની કેદની સજા કરવામાં આવી છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, ૨૪-૯-૨૦૧૨ના રોજ મ.ન.પા.ના આરોગ્ય વિભાગ દ્વારા ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ શ્રી શકિત વિજય ફરસાણમાંથી મોદક લાડુનો નમૂનો લેવાયેલ જેનું રાજ્ય સરકારની લેબોરેટરીમાં પૃથ્થકરણ થતા તેમાં કલરની ભેળસેળ ખુલતા આ નમૂનો અનસેફ જાહેર થયો હતો. આથી નામદાર કોર્ટ દ્વારા આ વેપારીને ૧ માસની કેદની સજા અને રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

૯ કિલો અખાદ્ય

ખોરાકનો નાશ

આ ઉપરાંત મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા જાહેરજન આરોગ્ય હિતાર્થે ગોંડલ રોડ તેમજ ઢેબર રોડ ઇંડાનું વેંચાણ કરતી રેકડીમાં કુલ ૧૪ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી કાપેલી ડુંગળી - ૨ કિ.ગ્રા., ચીકનદાના -૧કિ.ગ્રા. જીંગા ૧ કિ.ગ્રા. તેમજ ૦૫ ફુડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ બાબતે નોટીસ ઇસ્યુ કરાયેલ.

જેમાં (૧) ઇન્ડિયા રેસ્ટોરન્ટ- ગોંડલ રોડ,બોમ્બે હોલ સામેથી વાસી કાપેલી ડુંગળી - ૨ કિ.ગ્રા.ચીકનદાના - ૧ કિ.ગ્રા.જીંગા ૧ કિ.ગ્રા.  (૨) વસીલા નોનવેજ એગ્ઝ સેન્ટર - ગોંડલ રોડ,બોમ્બે હોલ સામેથી લાયસન્સ બાબતે નોટીસ (૩) કિસ્મત ઇંડા - ઢેબર રોડ પરથી લાયસન્સ બાબતે નોટીસ (૪) બોઇલ એગ્ઝ - ઢેબર રોડ  પરથી લાયસન્સ બાબતે નોટીસ (૫) સંજરી એગ્ઝ-ઢેબર રોડ પરથી લાયસન્સ બાબતે નોટીસ અને (૬) નઝમી એગ્ઝ - ઢેબર રોડને લાયસન્સ બાબતે નોટીસ વગેરેનો સમાવેશ થાય છે.

ઇંડાની ૪ વાનગીઓના

નમૂના લેવાયા

જ્યારે ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલ(૧) ચીકન કોરમા સબ્જી (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ : નેશનલ રેસ્ટોરન્ટ, સર લાખાજીરાજ રોડ, પ્રહલાદ ટોકીઝ સામે (૨) ઇંડાનો ખીમો (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ : આંબલીયા એગ્ઝ ઝોન, આરજુ કોમ્પલેક્ષ, દુકાન નં ૩-૪, ગ્રાઉન્ડ ફલોર, સોરઠીયાવાડી, ૮૦' રોડ, પેટ્રોલ પંપની બાજુમાં, રાજકોટ (૩)સુરતી ગ્રીન ઇડાં કરી (પ્રિપેર્ડ,લુઝ) , સ્થળ : પટેલ એગ્ઝ ઝોન, મોટા મૌવા, કાલાવડ રોડ (૪)સુરતી ખીમો(પ્રિપેર્ડ,લુઝ) સ્થળ : ધ એગ સ્ટોપ, ૧૫૦ રીગ રોડ, ઓમનગર વગેરે નમૂનાઓ લીધેલ હતા.

(4:06 pm IST)