Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

બજારોમાં ધુમ ખરીદીઃ ફટાકડા-ડેકોરેશન-મુખવાસ-તોરણ માટે પડાપડી...

વેપારીઓએ ખરીદી જોઇ ભાવો વધારી દિધાઃ અમુક સ્થળે બેફામ ભાવો પડાવે છેઃ લોકો કહે છે વેપારીઓ 'કોરોના' ને ભૂલી ગયા કે શું?!

રાજકોટ :.. આજે અગીયારસ અને વાઘ બારસ બંને ભેગા છે. ખરીદીનો માહોલ જામ્યો છે.... રાજકોટની તમામ બજારો હાઉસ ફુલ બની છે, વેપારીઓના ચહેરા ઉપર તે જ જોવા મળી રહ્યું છે, છેલ્લા ર વર્ષથી મંદીનો માર સહન કરી ગયેલા વેપારી આજે ખરીદીનો માહોલ જોઇ કમાઇ લેવાની દોટ મુકી છે... બજારોમાં હવે ફટાકડા-ડેકોરેશન-તોરણ-સ્વસ્તિક-દીવડા-રંગોળીના સ્ટીકરો-મુખવાસ માટે પડા પડી કરી રહ્યા છે. આ બધા વચ્ચે વેપારીઓ પણ માનવતા મૂકી ગયા હોય તેવા દ્રશ્યો અમૂક બજારોમાં જોવા મળી રહ્યા છે, ખરીદી જોઇ અમૂક વેપારીઓએ બેફામ ભાવો વધારી દેતા લોકોમાં દેકારો મચી ગયો છે, લોકો પૂછી રહ્યા છે કે આ વેપારીઓ કોરોનાને ભૂલી ગયા કે શું... ૧ાા વર્ષથી પડતર રહેલો માલ અમૂક વેપારીઓ વેચી રહ્યા છે અને તેમાં પણ ભાવો વધારીને... ગરીબ વર્ગ નિસાસા નાખી રહ્યો છે. છતાં લોકોના ચહેરા ઉપર દિવાળીની ખરીદીનો ઉમંગ - તે જ છે તે નજરે પડે છે.

(3:59 pm IST)