Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

'રંગોળી સ્પર્ધા' માટે રેસકોર્ષ રીંગ રોડ પર તૈયારીનો ધમધમાટ : બપોર સુધીમાં ૪૦૬ એન્ટ્રીનું રજીસ્ટ્રેશન

'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રંગીલા રાજકોટમાં કલા અને રંગોનો ઉત્સવ : આ સ્પર્ધાનું કાલે સાંજે ૬ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ તા. ૨ : 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં 'વોકલ ફોર લોકલ' અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા રેસકોર્સ રિંગ રોડ ખાતે તા. ૩ થી તા. ૫ દરમ્યાન એક અનોખા પ્રયોગ સાથે 'રંગોળી સ્પર્ધા'નું આયોજન કરવામાં આવેલ છે, ઙ્ગજે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્પર્ધકો માટે રંગોળીનાં બ્લોક બનાવવાની કામગીરી અને જરૂરિયાત મુજબ બેરીકેડીંગની કામગીરી પૂર્ણ થવામાં છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું.

આ રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા માટે કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા આગળ ધપી રહી છે. આજે તા.૨ નાં રોજ બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૦૬ એન્ટ્રીનું રજિસ્ટ્રેશન થયું છે. જેમાં વ્યકિતગત કેટેગરીમાં ૩૪૨ એન્ટ્રી અને ગ્રુપ કેટેગરીમાં ૬૪ એન્ટ્રી નોંધાયેલ છે. આ રંગોળી સ્પર્ધામાં અમદાવાદ, બરોડા, સુરત, વેરાવળ, ધોરાજી, જસદણ, ગોંડલ, પારડી, ધ્રોલનાં ચિત્રકારોએ પણ એન્ટ્રી મેળવી છે.

આવતીકાલે તા. ૩નાં રોજ સાંજે ૬.૦૦ કલાકે બહુમાળી ભવન ચોક, રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગોળી સપર્ધાનું ઉદઘાટન ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયરશ્રી ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ અવસરે સાંસદો મોહનભાઈ કુંડારિયા અને  રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્ય અને રાજયના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા. રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ,ઙ્ગ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા  ભાનુબેન

(4:36 pm IST)