Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

શહેરના સાંઢીયા પુલની નવી ડિઝાઇન તૈયાર : ટુંક સમયમાં ટેન્‍ડર

૫૪ કરોડનો ખર્ચ : બ્રીજની પહોળાઇ ૧૬.૫૦ મીટર તથા લંબાઇ ૬૦૦ મીટર થશે

રાજકોટ તા. ૧ : શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢીયા પુલ પહોળો કરવા મનપા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ૫૪ કરોડના ખર્ચે ફોર લેન બ્રીજ બનાવાશે. આ બ્રીજની નવી ડિઝાઇન તૈયાર કરી રાજ્‍ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. ટુંક સમયમાં ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરવામાં આવશે.

શહેરના જામનગર રોડ પર આવેલ વર્ષો જુના સાંઢીયા પુલ પર ટ્રાફિકની સમસ્‍યા હળવી કરવા તંત્ર દ્વારા આ પુલની નવી ડિઝાઇન તૈયાર કરી રાજ્‍ય સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. આ મંજુરી મળ્‍યા તંત્ર દ્વારા ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પુલની લંબાઇ ૬૦૦ મીટર અને પહોળાઇ ૧૬.૫૦ મીટરની થશે. જેનો અંદાજીત ખર્ચ રૂા. ૫૪ કરોડ હોય મનપા તંત્ર દ્વારા રાજ્‍ય સરકાર પાસે ગ્રાન્‍ટની પણ માંગ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે આ પુલનો કેટલોક હિસ્‍સો રેલવેમાં આવતો હોય તેનો ખર્ચ રેલવે તંત્ર ઉઠાવશે. બાકીનો ખર્ચ મનપા તંત્ર દ્વારા કરવામાં આવશે.

(4:27 pm IST)