Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

વહાલુડીના વિવાહમાં વિશેષતાઃ પ્રજ્ઞાચક્ષુ યુગલ ધામધૂમથી લગ્નગ્રંથીથી જાડાશે

ઢોલરાનું વૃધ્ધાશ્રમ રાજકોટની પ્રજ્ઞાચક્ષુ દીકરીના જીવનમાં અજવાળુ પાથરશે : ૨૨ દીકરીના પરંપરાગત લગન્ ઉપરાંત ૨૩મી દીકરી માટે વિશેષ આયોજન

રાજકોટ તા.૨: જેને ઉગતા સૂરજને જાયો નથી, પુનમની ચાંદનીની શીતળતા નીહાળી નથી, બગીચામાં ઉગતા રંગબેરંગી પુષ્પોનું સૌદર્ય જેમણે માણ્યુ નથી કે ખીલખીલાટ હસતા નિર્દોષ બાળકોના મુખડા જેમણે જાયા નથી ઍવી વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની ઍક લાડકી દીકરી મમતા હરીયાણી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પ્રેરીત વહાલુડીના વિવાહ પાંચમાં પ્રભુતામાં પગલા પાડશે. માત્ર બે વર્ષની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર, બે ભાઇ હોવા છતા ૨૫–૨૫ વર્ષથી તેમના પ્રેમથી વંચીત રહેનાર, માત્ર બે સાત વર્ષની ઉમરથી જ સંસ્થામાં પ્રવેશી પોતાનું જીવન પસાર કરતી આ દીકરીના જીવનમાં રંગ પુરવાનો, તેમને લાડથી સાસરે વળાવવાનાં અવસરનું સદભાગ્ય દીકરાનું ઘર વૃધ્ધાશ્રમને મળ્યુ છે ત્યારે આ દીકરીનાં લગન્થી કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જાવા મળે છે. જેની સાથે પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગન્ થવાના છે તે યુવક પણ પ્રજ્ઞાચક્ષુ છે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ છેલ્લા ચાર વર્ષથી માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ નિરાધાર–લાચાર દીકરીને રંગેચંગે આનંદ–ઉલ્લાસ ભવ્ય અને દિવ્ય વાતાવરણની વચ્ચે સાસરે વળાવવાનું ભગીરથ કાર્ય કરે છે. ચાલુ સાલ ૧૮ ડીસેમ્બર રવિવારે દીકરાનું ઘર–વૃધ્ધાશ્રમ દ્વારા પાંચમો વહાલુડીના વિવાહ લગનેત્સવ થવા જઇ રહયા છે. આ ઍક શ્રીમંત મા–બાપ પોતાની લાડકી દીકરીને સાસરે વળાવે ઍ રીતે આવી દીકરીનાં લગન્ યોજાય છે. જેમાં સમાજનાં તમામ ક્ષેત્રનાં લોકો ઉમંગથી જાડાય છે. આ લગન્ યાદગાર બની રહે, ઍ માટે સંસ્થાનાં ૨૦૦થી વધુ કાર્યકર્તા સતત પરીશ્રમ કરી લગન્ને દીવ્ય બનાવે છે. આ  વહાલુડીનાં વિવાહમાં પ્રત્યેક દીકરીને સમૃધ્ધ  કરીયાવર આપવામા ંઆવે છે. ચાલુ સાલ વહાલુડીનાં વિવાહનું મુખ્ય યજમાનપદ જાણીતા બિલ્ડર ધીરૂભાઇ રોકડ, પારૂલબેન રોકડ, ચેતનભાઇ રોકડ અને અમીતભાઇ રોકડે સંભાળ્યુ છે.
વહાલુડીના વિવાહ પાંચમાં ચાલુ સાલ પ્રજ્ઞાચક્ષુ દીકરી મમતા હરીયાણીનાં લગન્થી કાર્યકર્તા ખુબ ભાવુક અને ઉત્સુક છે. આ માટેનો શ્રેય વી.ડી.પારેખ અંધ મહિલા  વિકાસ ગૃહના ટ્રસ્ટી દીનાબેન મોદીને ફાળે જાય છે કે જેમણે આવી દીકરીનાં લગન્ કરાવવાની તક દીકરાનું ઘરની ટીમને આપી. અંધ મહિલા વિકાસ ગૃહના ટ્રસ્ટી વિનોદભાઇ ગોસલીયા, પ્રકાશભાઇ મંકોડી, જયાબેન ઠકરાર, ગીતાબેન મંકોડી પણ આ લગનેત્સવમાં હાજર રહી દીકરીને આશીર્વાદ પાઠવશે.
વહાલુડીના વિવાહ પાંચની સંપુર્ણ તૈયારીને આખરી પ સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઇ આદ્રોજા, હસુભાઇ રાચ્છ, ગૌરાંગ ઠકકર, રાકેશ ભાલાળા, સુનિલ મહેતા, અશ્વિનભાઇ પટેલ, પ્રવિણ હાપલીયા, દીપકભાઇ જલુ, વસંતભાઇ ગાદેશા, પ્રજ્ઞેશભાઇ પટેલ, કીરીટભાઇ પટેલ સહિતના આપી રહયા છે.

 

(11:59 am IST)