Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

શ્રી સદગુરુ ક્રેડિટ સોસાયટીના ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને ઍક વર્ષની સજા

રાજકોટ,તા. ૨ : અત્રે શ્રી સદગુરુ ક્રેડિટ કો.પ. સોસાયટીના રિકવરી અધિકારી રાહુલભાઇ પી.સોલંકી દ્વારા કોર્ટમાં આરોપી મંજુલાબેન મનુભાઇ શેખ પર ચલાવેલ ચેક રીટર્નનના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા ઍક વર્ષની જેલની સજા તથા ચેકની રકમ વાર્ષીક ૯ ટકાના સાદા વ્યાજે ઍક માસમાં ચૂકવી આપવાના અને જા નો ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો.
આ કામમાં ફરિયાદીશ્રી સદગુરુ ક્રેડિટ કો.પ. સોસાયટી તરફથી ઍડવોકેટ શ્રી દિવ્યેશ ઍ.રૂડકિયાની દલીલો તેમજ રજુ રાખેલ દસ્તાવેજી પુરાવા તથા વડી અદાલતનાં ચુકાદા ધ્યાને લઇ રાજકોટના અધિક ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ શ્રી જે.ઍસ.પ્રજાપતિઍ આરોપી મંજુલાબેન મનુભાઇ શેખને ધી નેગો.ઇન્સ્ટ્રુ.ઍકટની કલમ-૧૩૮, ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૫૫(૨) અન્વયે તકસીરવાન ઠરાવી ઍક વર્ષની કેદ અને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૩૭૫(૩) મુજબ ઍક માસમાં ચેકની રકમ વાર્ષીક ૯ ટકાના સાદા વ્યાજે ચુકવી આપવા અને ચુકવવામાં કસુર થયેથી વધુ ત્રણ માસની કેદનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી વતી ઍડવોકેટ તરીકે શ્રી દિવ્યેશ ઍ.રૂડકિયા, દર્શિત બી.સોલંકી તથા ધર્મીલ પોપટ રોકાયેલ હતા.

 

(11:29 am IST)