Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબીની ઘટના સંદર્ભે મૃતાત્માઓને યુનિટિ ઓફ લોયર્સના વકીલો દ્વારા શ્રધ્ધાંજલી અપાઇ : મોટી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતી

રાજકોટ,તા. ૨ : ગત રવિવારે મોરબીમાં પુલ તુટવાની યોજાયેલ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલ મૃતાત્માઓને આજે રાજકોટના યુનિટિ ઓફ લોયર્સના વકીલોએ બે મિનિટનું મૌન પાડીને શ્રધ્ધાંજલી અર્પીત કરી હતી.

મોરબીમાં બનેલ દુઃખદ  ઘટનામાં અવસાન પામેલ હતભાગી લોકોના શોકમાં વડાપ્રધાનશ્રી દ્વારા આજે તારીખ ૨/૧૧/૨૦૨૨ના  રોજ રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરેલ હોય જે અનુસંધાને આવતી કાલે મોચી બજાર કોર્ટ કમ્પાઉન્ડમા બપોરે ૧૨ કલાકે યુનિટી ઓફ લોયર્સ દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે શ્રધ્ધાંજલી કાર્યક્રમ રાખેલ જેમાં તમામ  વકીલશ્રીઓ આ શોકસભામા હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ના મેમ્બરશ્રી દિલીપભાઈ પટેલ યુનિટી ઓફ લોયર્સ ના રાજેન્દ્રસિંહ ગોહિલ યોગેશભાઇ ઉદાણી ધીમંતભાઇ જોષી હેમાંગભાઇ જાની નોટરી એસોસિએશનના પ્રકાશસિહ ગોહિલ બારના ભુતપૂર્વ પ્રમુખ બકુલભાઇ રાજાણી બાર એસોસિએશનના ઉપપ્રમુખ સિધ્ધરાજસિહ જાડેજા,હિતેશ દવે,ધર્મેશ સખીયા,સુમિત વોરા,દિલીપ મહેતા,કિસાન રાજાની, નૃપેન ભવશાર,હિરેન ડોબરીયા,અજય પીપળીયા,વિવેક સાતા,નિમિષ પટેલ,રાજેશ મહેતા,પિયુષ સાખીયા,રાજેશ નશિત, કૈલાશ જાની, હેમલભાઇ ગોહેલ, ભાવેશ બાંભવા વગેરે વકીલોએ મોરબીની ઘટનાના મૃતાત્માઓને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

(3:17 pm IST)