Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

સ્‍કુટરમાં બેસવા બાબતે લેબોરેટરીના કર્મીને માર મારવાના બનાવમાં આરોપીના જામીન મંજુર

રાજકોટઃ ગત નવરાત્રી દરમ્‍યાન રાજકોટના મંગળા રોડ ઉપર પરિશ્રમ પ્‍લાઝા કોમ્‍પ્‍લેક્ષમાં સ્‍કુટર ઉપર બેસવા બાબતે લેબોરેટરીના કર્મચારીને માર મારવા તથા જ્ઞાતિ પ્રત્‍યે હડધુત  કરવાના ગુન્‍હા સબબ જેલ હવાલે કરેલ શખ્‍સને અદાલતે જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ.
આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, નવરાત્રી દરમ્‍યાન મંગળા મેઇન રોડ ઉપર આવેલ  પરિશ્રમ પ્‍લાઝામાં આવેલ મંગલમ્‌ ઇનવિટ્રો લેબોરેટરીમાં કામ કરતા પ્રકાશ પ્રવિણભાઇ સોલંકીએ એ- ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જયરાજ ગીરીશભાઇ  સાકરીયા, મિત ભરતભાઇ સાકરીયા તથા અન્‍ય શખ્‍સો ફરીયાદીના સ્‍કુટર ઉપર બેઠેલા ત્‍યારે ફરીયાદીએ માથાના પાછળના ભાગે હાથથી લાફો મારી મોટર સાઇકલની નીચે ઉતારેલા અને ત્‍યારે આ બાબતે ચારેય જણાએ બોલાચાલી કરેલી ત્‍યારબાદ, બીજા દિવસની રાત્રીએ આ ચારેય શખ્‍સોએ ફરીયાદી જયારે લેબોરેટરીમાં સુતો હતો ત્‍યારે એના વાળ  ખેચી જગાડેલ અને ફરીયાદીને બહાર બોલાવી માર મારેલ અને જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરેલા તે સબબની એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી. કલમ -૩૨૩, ૫૦૪, ૧૧૪, તથા એટ્રોસીટી એકટની કલમ : ૩(૧) (આર), ૩ (૨) (૫-એ) મુજબનો  ગુન્‍હો નોંધી  પોલીસે  આરોપી જયરાજ ગીરીશભાઇ સાકરીયા તથા અન્‍ય શખ્‍સની  ધરપકડ કરેલી અને તપાસ પૂર્ણ થતા જયરાજ ગીરીશભાઇ સાકરીયા તથા અન્‍ય શખ્‍સની ધરપકડ કરેલી અને તપાસ પૂર્ણ થતા જયરાજ ગીરીશભાઇ સાકરીયાને જેલ હવાલે કર્યો હતો.
અરજદાર/ આરોપી જયરાજ ગીરીશભાઇ સાકરીયાએ ઉપરોકત ગુન્‍હા સબબ રેગ્‍યુલર જામીન ઉપર મુકત થવા માટે પોતાના એડવોકેટ મારફત નામ. સેશેન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારેલ, જેમા અરજદાર/ આરોપીના એડવોકેટ નિલેશભાઇ વેકરીયાએ કાયદા વિષયક તથા હકીકત વિષયક રજુઆત  કરેલ તેમજ નામ. સુપ્રિમ કોર્ટ તથા નામ. હાઇકોર્ટના ચુકાદાઓ  રજુકરી અરજદાર/આરોપીએ રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવા અરજ કરેલ.
નામ. કોર્ટ બન્ને પક્ષોની મૌખિક દલીલો ધ્‍યાને લઇ રાજકોટના મહે. ૭માં એડી. સેશન્‍સ જજશ્રીએ અરજદાર / આરોપી જયરાજ ગીરીશભાઇ  સાકરીયાને રેગ્‍યુલર જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ.
આ કામમાં અરજદાર/ આરોપી જયરાજ ગીરીશભાઇ સાકરીયા તરફે  રાજકોટના પ્રખ્‍યાત ધારાશાષાી મનોજભાઇ તંતી, નિલેશભાઇ  વેકરીયા, હિતેશભાઇ ભાયાણી, કોમલબેન કોટક રોકાયેલ હતા.

 

(3:50 pm IST)