Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પામોલીન તેલમાં રૂા. ૩૦ અને કપાસિયા તેલમાં રૂા. ૧પનો ઉછાળો

રાજકોટ તા. ર :.. ખાદ્યતેલોમાં આજે પામ તેલમાં રૂા. ૩૦નો ભાવ વધારો થયો હતો. પામ તેલ લુઝના ભાવ રૂા. ૯૬૦ હતાં. તે વધીને ૯૯૦ રૂપિયા અને પામોલીન ટીનના ભાવ  ૧૬૦પ થી ૧૬૪૦ રૂપિયા હતા તે વધીને ૧૬૩પ થી ૧૬૭પ રૂપિયા થયા હતાં. તેમજ કપાસીયા તેલમાં ૧પ રૂપિયાનો ઉછાળો થતા કપાસીયા તેલ લૂઝનો ભાવ ૧૩ર૦ રૂપિયા તે વધીને ૧૩૩પ રૂપિયા અને કપાસીયા ટીનના ભાવ ર૩૩૦ થી ર૩૮૦ રૂપિયા હતા તે વધીને ર૩૪પ થી ર૩૯પ રૂપિયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા કપાસીયા તેલમાં બે દિવસમાં ૩૦  રૂપિયાનો ભાવ વધારો થયો છે.

 

(3:55 pm IST)