Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મેટોડામાં મોબાઈલ ફોનની ચીલઝડપ કરનાર રાજકોટના બે શખ્સો પકડાયા

તસ્વીરમાં મોબાઈલ ચોરીમાં પકડાયેલ બન્ને શખ્સો નજરે પડે છે

રાજકોટ, તા. ૨ :. લોધીકાના મેટોડા જીઆઈડીસીમાં મોબાઈલ ફોનની ચીલઝડપ કરી નાસી છૂટેલ રાજકોટના બે શખ્સોને લોધીકા પોલીસે ઝડપી લીધા હતા.

મેટોડા જીઆઈડીસીમાં મોબાઈલ ચીલઝડપનો ગુન્હો નોંધાયા બાદ લોધીકાના પીએસઆઈ કે.કે. જાડેજા, પો.કો. લગધીરસિંહ જાડેજા તથા જયરાજભાઈ સહિતના સ્ટાફે મેટોડા જીઆઈડીસીમાં લગાવેલ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓની ઓળખ મેળવી આ ગુન્હામાં સંડોવાયેલ ધરમ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયો પરેશભાઈ કથીરીયા રહે. ન્યારી ડેમ આસારામબાપુના આશ્રમ સામે કણકોટ તથા રફીક ઈસ્માઈલભાઈ મન્સુરી રહે. કોઠારીયા સોલવન્ટ, રસુલપરા, શેરી નં. ૧૫ રાજકોટને દબોચી લઈ બન્નેના કબ્જામાંથી ૪૨૫૦૦ના ચાર મોબાઈલ કબ્જે કર્યા હતા.

આ કાર્યવાહીમાં પીએસઆઈ કે.કે. જાડેજા સાથે એચ.આર. જાડેજા, મનેશભાઈ જોરાદીયા, ભોજાભાઈ ત્રમટા તથા વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(12:35 pm IST)