Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મ.ન.પા.માં 'ડિઝાસ્ટર/એપેડેમીક રિસ્પોન્સ' અંગેની તાલીમનો કાર્યક્રમો યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી હેઠળના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને 'ડિઝાસ્ટર/એપેડેમીક રિસ્પોન્સ' અંગેની તાલીમનો કાર્યક્રમ ગઇ કાલે ઈસ્ટ ઝોન કચેરીના મીટીંગ રૂમ ખાતે યોજવામાં આવેલ. આ તાલીમમાં આગ, પુર-હોનારત, ધરતીકંપ જેવી કુદરતી આપદા સમયે સ્વ બચાવ તેમજ અન્ય લોકોના બચાવ માટે કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગેની વિસ્તૃત માહિતી/ડેમોન્સ્ટ્રેશન બેડીપરા રોડ ફાયર સ્ટેશનનાં સ્ટેશન ઓફિસર શ્રી જુણેજા તેમજ શ્રી દવે દ્વારા આપવામાં આવેલ. આ ઉપરાંત એપેડેમીક અંગે ખાસ કરીને મચ્છર જન્ય રોગ જેવા કે ડેન્ગ્યું , ચિકનગુનિયા, કોરોના તેમજ વાઈરલ ફ્લુ જેવી બીમારી તેમજ પાણી જન્ય રોગ જેવા કે ઝાડા-ઉલ્ટી, કોલેરા વિગેરે જેવા રોગોને ફેલાતો અટકાવવા માટે લેવાના થતા પગલા તેમજ આવા દર્દીઓને સારવાર માટે શું શું કાર્યવાહી કરવી એ અંગેની તાલીમ આરોગ્ય વિભાગના મેડીકલ ઓફિસર રાવલ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા આસી. કમિશનર વાસંતીબેન પ્રજાપતિનાં માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર મયુરભાઈ ખીમસુરીયાની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(3:47 pm IST)