Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

લાખાજીરાજ ઉધોગનગરમાંથી થોરાળા પોલીસે ૯૬ હજારનો દારૂ પકડ્યો

મકાનમાં જથ્થો ઉતારનારા વિક્રમની શોધખોળ

રાજકોટ તા. ૩: થોરાળાના લાખાજીરાજ ઉદ્યોગનગર ૯માં રહેતાં વિક્રમ હરજીભાઈ કુમારખાણીયાના ઘરમાં દારૂનો જથ્થો ઊતર્યાની બાતમી થોરાળાના કોન્સ. ધર્મેશભાઈ ખાંડેખા અને અમીતભાઈ તેરૈયાને મળતાં દરોડો પાડવામાં આવતા મેકડોવેલ્સ નં. ૧ વહીસ્કીની રૂ. ૯૬ હજારની ૧૯૨ બોટલ મળતા કબ્જે કરવામાં આવી હતી. જો કે આ જથ્થો ઉતારનાર વિક્રમ ઘરે મળ્યો નહોતો. થોરાળા પીઆઇ  જી.એમ.હડીયા, પીએસઆઇ એ એલ બારસિયા, કોન્સ. ધર્મેશભાઇ અને અમીતભાઇ સહિતેપોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ,જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી  પ્રવિણકુમાર મિણા તથા એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા તથા એસીપી પુર્વ એચ.એલ.રાઠોડ સુચના મુજબ આ કામગીરી કરી હતી.
 

(12:58 pm IST)