Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રીઢો બૂટલેગર હસરત અને મંદિરમાં ચોરીમાં સામેલ અજયને પાસા તળે જેલમાં ધકેલાયા

ક્રાઇમ બ્રાંચ અને યુનિવર્સિટી પોલીસે વોરન્ટ બજવણી કરીઃ હસરત અગાઉ પણ પાંચ વખત પાસાની હવા ખાઇ ચુકયો છેઃ દારૂના ૨૨ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૩: દારૂ, ચોરી, મારામારી સહિતના ગુનાઓમાં સામલે શખ્સોને પાસામાં ધકેલવાની કાર્યવાહી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે યથાવત રાખી છે. વધુ આવા બે શખ્સો સામે કાર્યવાહી થઇ છે. બજરંગવાડીના રીઢા બુટલેગર અને ચોરીના ગુનામાં સામેલ શિવમ્ પાર્કના શખ્સને પાસા તળે જેલમાં ધકેલાયા છે.

 બજરંગવાડી રાજીવનગર-૭માં  રહેતાંહસરતખાન હનીફખાન પઠાણ (ઉ.વ.૩૨)ને પાસા તળે જેલમાં ધકેલવા વોરન્ટ ઈશ્યુ થતા ભુજ જેલહવાલે કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આ વોરન્ટની બજવણી કરી છે. આ લિસ્ટેડ બુટલેગર વિરૂદ્ઘ રાજકોટ, મોરબી, પડધરી, બનાસકાંઠા, અમદાવાદમાં દારૂના કુલ ૨૨ ગુના નોંધાઇ ચુકયા છે અને અગાઉ પણ પાંચ વખત પાસાની યાત્રા કરી ચુકયો છે. હવે છઠ્ઠી વખત પાસામાં ધકેલાયો છે.

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાગ રૂપે આચાર સંહિતાની કડક અમલવારી થાય અને રાજકોટ શહેર વિસ્તારના લોકોની જાનમાલનું રક્ષણ થાય તથા લોકો નિર્ભય રીતે ભયમુકત વાતાવરણમાં શાંતીપુર્ણ રીતે મતદાન કરી શકે અને ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા અપાયેલી સુુુચના અંતર્ગત એસીપી ડી.વી.બસિયાની રાહબરીમાં પીઆઇ વી.કે.ગઢવી, પી.સી.બી. પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઇ પી.બી.જેબલીયા પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, પીસીબીના શૈલેષભાઇ રાવલ, રાજુભાઇ દહેકવાલ,  ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામીએ આ કાર્યવાહી કરી હતી.

જ્યારે અગાઉ મંદિરમાં ચોરી તથા વાહન ચોરીના ગુનામાં સામેલ અજય ચંદ્રકાંતભાઇ પોપટ (ઉ.વ.૩૭, રહે. શીવમ પાર્ક, શેરી નં.૨, 'મણીરાજ' મકાન, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી પાસે)ને પણ પાસા તળે ભુજ જેલહવાલે કરાયો છે.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે.દીયોરાના માર્ગદર્શનમાં પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવતા મંજુર થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઇ એ. બી.જાડેજા, બી.જી.ડાંગર, હેડકોન્સ. બળભદ્રસિંહ દશરથસિંહ, હરપાલસિંહ જશુભા, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ, ગીરીરાજસિંહ સજજનસિંહ, લક્ષ્મણભાઇ,  મહિપાલસિંહ, જેન્તીગીરી ગૌસ્વામી અને મુકેશભાઇએ બજવણી કરી હતી.

(12:59 pm IST)