Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

દાગીના ચોરીની ફરિયાદ થઈ, પુત્રીના પ્રેમનો ભાંડો ફૂટી ગયો

પ્રેમિકાને મળવા આવેલો પ્રેમી જ હાથફેરો કરી ગયો : આર્થિક ભિંસ દૂર કરવા અને મોજ માટે પ્રેમીએ દાગીના મૂકેલું પર્સ તફડાવ્યું હોવાની પોલીસ તપાસમાં કબૂલાત

રાજકોટ, તા. રાજકોટમાં ઘરમાંથી ચોરી થયેલા દાગીનાની તપાસમાં દીકરાના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં એકલી પ્રેમિકાને મળવા માટે ગયેલો પ્રેમી કિંમતી દાગીના પર હાથ સાફ કરી ગયો હતો. મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પ્રેમી ચોર નીકળ્યો હતો અને તેણે આર્થિકભીંસમાં હોવાના કારણે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. સ્થાનિક અહેવાલ મુજબ, રાજકોટના રેલ નગર મેઇન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં બન્યો હતો. અહીં રહેતા જાગૃતિબેન નામના બ્યુટીશિયને પોતાના ફ્લેટમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસની તપાસમાં દીકરીનો પ્રેમી ચોર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે આર્થિકભીંસ દૂર કરવા અને મોજ મજા કરવા માટે દાગીના ભરેલું પર્સ સેરવી લીધાની કબૂલાત આપી હતી.

રિપોર્ટ્સ મુજબ, જાગૃતિબેને પિતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે ૧૭મી જાન્યુઆરીએ રોજ અમદાવાદ ગયા હતા. સમયે ઘરે દીકરી ઘરમાં એકલી હતી અને ૨૪મીના રોજ પિતાનું મૃત્યુ નીપજતા પુત્રીએ પ્રસંગમાં જવાનું રદ કર્યું હોઈ તે ઘરમાં એકલી હતી, જ્યારે પરિવારજનો અમદાવાદમાં હતા. બાદમાં ૩૦મી જાન્યુઆરીના રોજ જાગૃતિબેને કબાટની અંદર પાકીટમાં રાખેલા દાગીના શોધવાનો પ્રયાસ કરતા તે મળ્યા નહોતા. વિશે તેમણે દીકરીને પણ પૂછ્યું પરંતુ ઘણી શોધખોળ બાદ પણ પાકીટ મળતા આખરે જાગૃતિબેને સોના-ચાંદીના ઘરેણાં ભરેલા પાકીટ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલે આકરી પૂછપરછ કરતાં દીકરીએ વિજયરાજસિંહ નામના યુવક સાથે વર્ષથી પ્રેમસંબંધ હોવાની અને પરિવારજનોની ગેરહાજરીમાં પ્રેમી ઘરમાં મળવા આવ્યો હોવાની વાત કરી હતી. પોલીસે બાદમાં પ્રેમીની પૂછપરછ કરતાં તેણે આર્થિકભીંસ દૂર કરવા પ્રેમિકાને મળવા જતા તેની નજર ચૂકવીને દાગીના ભરેલું પર્સ તફડાવી લીધું હોવાનું કબૂલ્યું હતું.

(10:02 pm IST)