Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ટંકારામાં શેરીમાં છોકરાઓને ક્રિકેટ રમવાની ના પાડતાં હંસાબેન પર હુમલો

પડોશી મહિપતે ગાળો દઇ પાવડાના હાથાથી માર માર્યો

રાજકોટ તા. ૩: ટંકારા અયોધ્યાપુરી સોસાયટીમાં રામાપીરના મંદિર પાસે રહેતાં હંસાબેન વાલજીભાઇ સોલંકી (ઉ.વ.૪૦)ને પડોશી મહિપત ચંદુભાઇએ ગાળો દઇ પાવડાના હાથાથી માર મારતાં બંને હાથમાં મુંઢ ઇજા થતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

હંસાબેને પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું કે ઘર નજીક ખાલી પ્લોટમાં છોકરાઓ ક્રિકેટ રમતાં હોઇ દડો વારંવાર ઘરમાં આવી જતો હોઇ અને તૂટફુટ થતી હોઇ છોકરાઓને ત્યાં રમવાની ના પાડવા જતાં મહિપતે ઉપરાણુ લઇ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

(11:48 am IST)