Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નોકરીના ટેન્શનમાં મહેશ્વરી સોસાયટીના રાજેશ ફીચડીયાએ ફિનાઇલ પી લીધી

રાજકોટ તા. ૩: દેવપરા પાસે મહેશ્વરી સોસાયટી-૧માં રહેતાં રાજેશભાઇ રમણિકભાઇ ફીચડીયા (ઉ.વ.૪૦) નામના સોની યુવાને વહેલી સવારે ચારેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. રાજેશભાઇને સંતાનમાં એક પુત્ર છે. પોતે સોની બજારમાં શો રૂમમાં નોકરી કરે છે. તેમના પરિવારજનોએ ફિનાઇલ પીવાનું કારણ પુછતાં પોતાને નોકરીનું થોડુઘણું ટેન્શન હોવાનું રટણ કર્યુ હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 am IST)