Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

વાહન ચોરીને ફેરવતો બજરંગવાડીનો અલ્તાફ કાતીયાર પાંચ વર્ષ પછી પકડાયો

ગાંધીગ્રામ પોલીસે પ્ર.નગર પોલીસ મથકો ગુનો ડિટેકટ કર્યો

રાજકોટઃ ગુનેગાર પોતાને ભલે ગમે એટલો ચાલાક સમજે પણ પોલીસ ઇચ્છે તો તેને ગમે ત્યાંથી શોધી કાઢતી હોય છે. પાંચ વર્ષ પહેલા ૨૦૧૫માં એકટીવાની ચોરી કરનાર શખ્સ છેક હવે પોલીસના હાથમાં આવ્યો હતો. ગાંધીગ્રામના કોન્સ અર્જુનભાઇ ડવ તથા કોન્સ. ગોપાલભાઇ બોળીયાને મળેલી બાતમીને આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ નાણાવટી ચોક ખાતેથીઅલ્તાફ ઇસ્માઇલભાઇ કાતીયાર (ઉ.વ. ૩પ-પ્રા નોકરી, રહે. બજરંગવાડી શેરી નં ૧૪ બંધ ગલી,મુળ વીસાવદર જુનાગઢ)ને ચોરાઉ એકટીવા સાથે પકડી લેવાયો હતો. પુછતાછમાં તેણે ગલ્લા તલ્લા કરતાં પોલીસે પોકેટકોપ એપનો ઉપયોગ કરતાં મુળ માલિકે ૨૦૧૫માં પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આ વાહન ચોરીની ફરિયાદ નોંધાવ્યાનું ખુલતાં તેની ધરપકડ કરાઇ હતી. આ કામગીરી પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા, પો.સબ ઇન્સ. એચ.વી.સોમૈયા, એ.એસ.આઇ. જે.એસ.હુંબલ, એ.એસ.આઇ પી.એન.પરમાર, કોન્સ. હંસરાજભાઇ ઝપડીયા,કોન્સ. ગોપાલભાઇ બોળીયા, કોન્સ.અર્જુનભાઇ ડવ, કોન્સ. સુધીરભાઇ સુતરીયાએપોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસીંહ જાડેજા તથા એસીપી પી.કે.દીયોરાના માર્ગદર્શન હેઠળ કરી હતી.

(1:00 pm IST)