Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજકોટ કોંગ્રેસમાં ટીકીટનો ડખ્ખો યથાવતઃ ઉમેદવારોની બીજી યાદી માટે નેતાઓમાં દોડધામ

શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાનું નામ ફાઇનલ થવાની શકયતાઃ આજે સતત બીજા દિવસે વોર્ડ નં. ૧ના મહીલા આગેવાનોને ટીકીટ ફાળવવાની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલયે બહેનોના ધરણા

કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણા પર બેઠેલા બહેનો દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા.,૩ : આગામી મ.ન.પા.ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેના ઉમેદવારોની પ્રથમ યાદી શહેર કોંગ્રેસે ગઇ રાત્રે બહાર પાડી દિધા બાદ તુરતજ શહેર કોંગ્રેસમા આંતરિક વિખવાદ બહાર આવ્યો છે કેમ કે શહેરના કેટલાક મહિલા હોદ્દેદારોના નામો નહી આવતા ગઇકાલેે  કોંગ્રેસ કાર્યાલય ખાતે કેટલાક મહિલા હોદ્દેદારો અને કાર્યકરોએ અલગ ચોકો બનાવી ટીકીટની માંગ ઉઠાવી હતી.

આ અંગે શહેર કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાતી વિગતો મુજબ શહેર કોંગ્રેસના ઉમેદવારોની જે પ્રથમ યાદી બહાર પાડવામાં આવી તેમાં અનેક કાર્યકરો આગેવાનો અને ખાસ કરીને મહીલા આગેવાનોના નામો જાહેર નહી થતા આંતરિક વિખવાદ શરૂ થયેલ.

આ વિખવાદ સવારે કોંગ્રેસ કાર્યાલયે સ્પષ્ટ રૂપે દેખાયો હતો કેમ કે જે ઉમેદવારો જાહેર થયા છે તેના ઉમેદવારી ફોર્મ ભરવા સહીતના માર્ગદર્શન આપવા માટે કોંગ્રેસ કાર્યાલય પ્રમુખે મીટીંગનું આયોજન કર્યું હતંુ  તેમાં પ્રદેશના આગેવાનો  હાજર રહ્યા ન હતા અને બીજી તરફ કાર્યાલયમાં મહીલા હોદ્દેદારો અને કાર્યકરો તેમજ અન્ય અસંતુષ્ટ આગેવાનોએ અલગ 'ચોકો' જમાવીને ટીકીટ આપવાની માંગણીઓ શરૂ કરી હતી.

શહેર પ્રમુખ અશોક ડાંગર, અને પ્રદેશ મહીલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાજ હાજર હોઇ અસંતુષ્ટોની રજુઆતો સાંભળવાનો વખત આવ્યો હતો.

દરમિયાન મહીલાઓને ટીકીટ ફાળવણીનો ડખ્ખો આજે સતત બીજા દિવસે યથાવત રહયો હતો. કેમ કે આજે પણ ૧૦ થી ૧ર મહીલા કાર્યકરોએ વોર્ડ નં. ૧નાં મહીલા આગેવાનને ટીકીટ આપવાની માંગણી સાથે કોંગ્રેસ કાર્યાલયે ધરણા શરૂ કર્યા હતા.

જો કે રાજકોટ કોંગ્રેસમાં ટીકીટના આ ડખ્ખાને શાંત પાડવા, શહેર પ્રમુખ અશોક ડાંગર સહીતનાં નેતાઓએ પ્રદેશ કાર્યાલયે  ધામા નાખ્યા છે અને કોંગ્રેસનાં બાકીનાં ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવાનાં પ્રયાસો શરૂ કર્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ મહીલા આગેવાન તરીકે પ્રમુખ મનીષાબા વાળા તેમજ અન્ય  ૪ થી પ મહીલા કાર્યકરોની ટીકીટ ફાઇનલ થવાની તૈયારી છે. બાકીનાં ઉમેદવારો માટે પ્રદેશ કોંગ્રેસમાં કવાયત ચાલી રહી છે.

શહેર કોંગ્રેસે અ-ધ-ધ ૩પ૦ ફોર્મ ઉપાડયા

રાજકોટ : ૨૧ મીએ યોજાનાર ચુંટણી માટે શહેર કોંગ્રેસે ૩પ૦ જેટલા ફોર્મ ઉપાડયા હોવાનું જાણવા મળ્યું છે

કોર્પોરેશન ચૂંટણીમાં ફોર્મ ઉપાડવા ભારે ધસારો :

આજે વધુ ૪૦૦ સહિત ૩ દિ'માં ૧૨૦૦ ફોર્મ ઉપડ્યા

આગામી ૧૮મી તારીખે યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તા.૬ સુધી ફોર્મ ભરાનાર હોય ૩ દિવસમાં અધધધ ૧૨૦૦થી વધુ ફોર્મ ઉપડ્યા છે : આજે અપક્ષના અન્ય પક્ષો દ્વારા બપોરે ૨ સુધીમાં ૪૦૦થી વધુ ફોર્મ ઉપડ્યા હતા : શુક્ર - શનિ ફોર્મ ભરવા માટે ભારે ધસારો રહેશે તેમ મનાય રહ્યુ છે

(3:15 pm IST)