Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

કોરોના કાળમાં ચુંટણી પ્રચાર સાહિત્યમાં માસ્કનો દબદબો રહેશેઃ ભાજપ કાર્યાલયે પ્રચારનો ધમધમાટ

રાજકોટઃ આગામી ર૧મીએ યોજાનાર મ.ન.પા.ની ચુંટણી માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ઝંડી, ઝંડા, કટ આઉટ, માસ્ક સહીતના પ્રચાર સાહીત્યનો મોટો જથ્થો આવી પહોંચ્યો છે. જેનું હવે વોર્ડ વાઇઝ ડીસ્ટ્રીબ્યુશન ૭-૮ તારીખે શરૂ થઇ જશે જેની તૈયારીનો ધમધમાટ કાર્યાલય ખાતે ચાલી રહયો છે. તે વખતની તસ્વીરમાં કાર્યાલય મંત્રી હરેશ જોષી, અનીલભાઇ પારેખ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, જીતુ કોઠારી, કેતન પટેલ, પ્રવિણભાઇ ડોડીયા, સમીરભાઇ પરમાર, નલહરીભાઇ પંડીત વગેરે નજરે પડે છે. નોંધનીય છે આ વખતે કોરોના કાળને કારણે ચુંટણી પ્રચાર સાહીત્યમાં માસ્કનો દબદબો રહેશે. જેનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:18 pm IST)