Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજકોટ પોસ્ટલ તંત્રમાં દેકારોઃ ચૂંટણી તંત્ર હેડ ઓફિસના ૫૩ કર્મચારીના ઓર્ડરો કાઢતા આખી કચેરી બંધ કરવી પડશેઃ જબરી ધમાલ

કોર્પોરેશન ચૂંટણીમાં પહેલી વખત સ્ટાફ લેવાયો છેઃ યુનિયન આગેવાનો ખફાઃ કલેકટરને રજૂઆત કરશે

રાજકોટ, તા. ૩ :. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓના ધમધમાટ વચ્ચે દરેક રીટર્નીંગ ઓફિસરો પોતાના બોર્ડ માટે સ્ટાફના ઓર્ડરો કાઢી રહ્યા છે. દરમિયાન ચૂંટણી તંત્રે આ વખતે પ્રથમ વખત રાજકોટ પોસ્ટલ તંત્રમાં દેકારો બોલાવી દીધો છે. બાબત એવી છે કે આ વખતે પોસ્ટલ હેડ ઓફિસના ૫૩ કર્મચારીના ચૂંટણી કામગીરી માટે ઓર્ડરો નિકળતા આખી કચેરી બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઓર્ડરોમાં ૩૮ કલાક અને ૧૧ પોસ્ટલમેન છે અને હેડ પોસ્ટલ ઓફિસમાં ૨૭થી વધુ કાઉન્ટર છે એ તમામ કાઉન્ટર પબ્લીક ડીલીંગવાળા છે અને તે કાઉન્ટર કર્મચારીઓના ઓર્ડરો નિકળતા અને ૧૭મીએ અને તે પહેલા તાલીમો રખાતા જે તે ઓફિસને જે તે દિવસે બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ અંગે યુનિયન આગેવાનો ભારે ખફા છે. કર્મચારીઓમાં ભારે રોષ છે. એકથી બે દિવસમાં કલેકટરને રજૂઆત કરશે.

(3:19 pm IST)