Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જલને વાલો કી દુવા...વો બુલાતી હૈ મગર જાને કા નહિ...સ્લોગન લખેલી રિક્ષાના ચાલક અને એકટીવા ચાલક વચ્ચે બઘડાટી

બહુમાળી ભવન પાસે નજીવા અકસ્માત બાદ મારામારીઃ થોડીવાર માટે ટ્રાફિક જામ

રાજકોટઃ શહેરમાં અવાર-નવાર કોઇને કોઇ રસ્તા પર નજીવા અકસ્માત બાદ મારામારીના બનાવો બનતાં જ રહે છે. આજે બપોરે બહુમાળી ભવન સર્કલ પાસે એક રિક્ષાચાલક અને એક એકટીવા ચાલક વચ્ચે રોંગ સાઇડમાંથી આવી અથડાવા બાબતે બોલાચાલી થયા બાદ એકબીજા સાથે મારામારી થઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતાં.   બુલાતી હૈ મગર જાને કા નહિ, જલને વાલે કી દુવા...એવા સ્લોગન લખેલી રિક્ષાના ચાલક અને એકટીવા ચાલક વચ્ચે રોંગ સાઇડમાંથી વાહન હંકારવા મામલે ચડભડ થયા બાદ મારામારી થઇ ગયાનું લોકો કહેતાં હતાં. બનાવને પગલે થોડીવાર ટ્રાફિક જામ થઇ ગયો હતો. કોઇએ પોલીસને પણ જાણ કરી હતી. તસ્વીરમાં માથાકુટનું દ્રશ્ય અને ટ્રાફિકજામ જોઇ શકાય છે.

(3:20 pm IST)