Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મોટા મવા પાસે એપાર્ટમેન્ટમાં આગ લાગતા આઠ મીટર બોક્ષ બળી ગયા

રાજકોટઃ મોટા મવા સ્મશાન પાસે આવેલા રેન્બોસીટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલા મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આ બનાવની જાણ ગોપાલભાઇ નામના વ્યકિતએ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી આગને કાબુમાં કરી હતી. આગમાં આઠ મીટર બોક્ષ બળી ગયા હતા.

(3:20 pm IST)