Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મકાન અને દુકાન લઇ લેવાના ઇરાદે વૃધ્ધ રમેશભાઇને પુત્ર - પુત્રવધૂએ મારમારી ધમકી દીધી

ગોપાલનગરમાં બનાવ : પુત્ર ભાવેશ તેની પત્ની પુજા સામે ગુનો

રાજકોટ તા. ૩ : શહેરના ઢેબર રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતા વૃધ્ધને મકાન અને દુકાન લઇ લેવાના ઇરાદે પુત્ર અને પુત્રવધૂએ માર મારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર આવેલા ગોપાલનગર શેરી નં. ૯માં રહેતા રમેશભાઇ મેઘજીભાઇ રાઠોડ (ઉ.૬૨) પાંચ દિવસ પહેલા ઘરમાં જ પોતાની દુકાને હતા ત્યારે તેનો પુત્ર ભાવેશ અને તેની પત્ની પૂજાએ આવી મકાન અને દુકાન લઇ લેવાના ઇરાદે પિતા રમેશભાઇ સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા બંને ભાગી ગયા હતા. પુત્ર અને પુત્રવધૂ ઘણા સમયથી મકાન લઇ લેવાના ઇરાદે હેરાન કરતા હોઇ તેથી વૃધ્ધે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચાએ ભાવેશ રાઠોડ તેની પત્ની પૂજા રાઠોડ વિરૂધ્ધ ગુનો દાખલ કરી એએસઆઇ રવિભાઇ વાંકે તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)