Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

મહાપાલિકા ચૂંટણીઃ બે ખાતા ખૂલ્યાઃ અપક્ષ અને વીપીપી પાર્ટીએ ઉમેદવારી નોંધાવી

રાજકોટઃ આજે બપોરે ૨ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં ફોર્મ ભરવા અંગે બે ખાતા ખૂલ્યા છે. એક અપક્ષ અશોકભાઈ માવજીભાઈ જાખલીયાએ વોર્ડ નં. ૩માંથી અપક્ષ તરીકે રીટર્નીંગ ઓફિસર શ્રી પૂજા જોટાણીયા સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તો વોર્ડ નં. ૯ ઉપર પછાતવર્ગની બેઠક ઉપર બાહુકિયા વિજયભાઈ ખોડાભાઈએ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (વીપીપી)માંથી રીટર્નીંગ ઓફિસર શ્રી પૂજા બાવડા સમક્ષ ઉમેદવારી નોંધાવી તે નજરે પડે છે.

(3:23 pm IST)