Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

બ્રાહ્મણોને વધુ ટીકીટ ફાળવો : રાજકોટ બ્રહ્મસમાજ

કોંગ્રેસ ભાજપ દ્વારા બ્રહ્મસમાજના પુરૂષ અને મહિલાને સપ્રમાણ ટીકીટ ફાળવવા પ્રમુખ દર્શિતભાઈ જાનીની માંગ

રાજકોટ, તા. ૩ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી અંતિમ તબક્કામાં છે. જ્ઞાતિ - વિસ્તાર આધારીત ટીકીટ ફાળવવાનો ચક્રો ગતિમાન છે. ત્યારે રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજે હવે બ્રાહ્મણોને પુરૂષ - મહિલા સપ્રમાણ ટીકીટ આપવા લાગણી વ્યકત કરી છે.

રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ એવી લાગણી વ્યકત કરી છે કે ભાજપ - કોંગ્રસ બંને પક્ષો બ્રહ્મસમાજને વધુ બેઠક અને તેમાંય પુરૂષ મહિલાને સપ્રમાણ ટીકીટ આપવી જોઈએ.

રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઈ જાનીએ જણાવ્યુ છે કે ભાજપમાં શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ શુકલ, ડો. જયમીનભાઈ ઉપાધ્યાય, રૂપાબેન શીલુ સબબ નેતૃત્વ પુરૂ પાડ્યુ. આ વર્ષે ભાજપની નવી ટીકીટ આચારસંહિતાને કારણે સીનીયર બ્રહ્મસમાજના આગેવાનો સ્પર્ધામાંથી ખસી ગયા છે ત્યારે આ સંજોગોમાં બ્રહ્મ પરિવારમાં પુરૂષ અને મહિલાને સપ્રમાણ ટીકીટ ફાળવે તેવી લાગણી છે. કોંગ્રેસ પક્ષ પણ બ્રહ્મસમાજને સપ્રમાણ ટીકીટ ફાળવવી જોઈએ.

(4:00 pm IST)