Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

જિલ્લા અને તાલુકા પંચાયતોના ઉમેદવારો પસંદ કરવા રવિવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડઃ 'સાગમટે' નિમંત્રણ

તા. ૮ થી ૧૩ ઉમેદવારી માટેનો સમયઃ શહેરી-ગ્રામીણ રાજકારણ અલગ

રાજકોટ તા. ૩: મહાનગરમાં ભાજપ,ના ઉમેદવારો પસંદ કરવા આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂરી થયા બાદ નવેસરથી તાલુકા-જિલ્લા પંચાયતો માટેબોર્ડની બેઠકોનો દોર શરૂ થશે રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતમાં ઉમેદવારો નકકી કરવા તા. ૭મીએ સવારે ૯-૩૦ વાગ્યાથી પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી શરૂ થશે. તા. ૮ થી ૧૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાનો સમય છે.

પાર્લામેન્ટરી બોર્ડમાં જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, ચૂંટણી ઇન્ચાર્જ, પ્રભારી મંત્રી, સંગઠનના પ્રભારી, દરેક તાલુકા ભાજપ પ્રમુખ-મહામંત્રી, ચૂંટણી નિરીક્ષકો, ધારાસભ્યો-સાંસદો, સંગઠનના પૂર્વ પ્રમુખ, બોર્ડ નિગમના ચેરમેનો વગેરેને અપેક્ષિત ગણવામાં આવ્યા છે. તાલુકાવાર બેઠકોમાં સબંધિત તાલુકાના આગેવાનો ભાગ લેશે. બોર્ડ પૂર્વ જિલ્લા કક્ષાએ સંકલન બેઠકોનો દોર શરૂ થયો છે.

(4:02 pm IST)