Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ડબલ મર્ડરના ગુનામાં પેરોલ જંપ કરી ૧૪ માસથી ફરાર થયેલો જીતેન્દ્રગીરી ઝડપાયો

આજીડેમ પોલીસે જસદણના જસાપરાના ગુનાના આરોપીને પ્રદ્યુમન પાર્ક તરફના રસ્તેથી પકડ્યોઃ ૩૦/૧૧/૧૯ના પાંચ દિ'ના પેરોલ પર છુટ્યા બાદ ફરાર હતો

રાજકોટ તા. ૩: જસદણના જસાપર ગામમાં ત્રણ વર્ષ પહેલા ડબલ મર્ડર સાથે હત્યાની કોશિષના ગુનામાં સામેલ જસાપરનો જીતેન્દ્રપરી ગણપતપરી ગોસાઇ જેલમાં હોઇ ૧૪ મહિના પહેલા પાંચ દિવસની પેરોલ રજા પર છુટ્યો હતો. રજા પુરી થયા પછી જેલમાં હાજર ન થઇ સતત ફરાર હતો. આ શખ્સને આજીડેમ પોલીસે સાગર નગરથી પ્રદ્યુમનપાર્ક જવાના રસ્તેથી પકડી લીધો છે.જસાપર ગામના ત્રણ વર્ષ પહેલાના બનાવમાં પોલીસે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨) તથા ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં કાચા કેદી તરીકે જીતેન્દ્રગીરી રાજકોટ જેલમાં હતો. તા. ૩૦/૧૧/૨૦૧૯ના રોજ તેને પાંચ દિવસના પેરોલ મળ્યા હતાં. પરંતુ રજા પુરી થયા પછી તે જેલમાં પરત આવવાને બદલે ફરાર થઇ ગયો હતો.

આ શખ્સને કોન્સ. કુલદીપસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને શૈલેષભાઇ ગઢવીની બાતમી પરથી પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. ઇન્દ્રસિંહ ઝાલા, કોૈશેન્દ્રસિંહ ઝાલા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ અને ઉમેદભાઇ ગઢવીએ ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન પકડી લીધો હતો.

(4:03 pm IST)