Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

કુંભારવાડામાં પાણી ભરવા પ્રશ્ને ધારા રાઠોડ પર કૌટુંબીક કાકાનો હુમલો

રાજકોટ, તા.૩: રામનાથપરા કુંભારવાડામાં પાણી ભરવા પ્રશ્ને યુવતી પર તેના જ કૌટુંબીક કાકા અને તેની માતાએ પાઇપ અને ગાગરથી વડે હુમલો કરતા તેને સારવાર માટે ખસેડાઇ છે. મળતી વિગત મુજબ કુંભારવાડા શેરી નં.૧૪માં રહેતી ધારા કલ્પેશભાઇ રાઠોડ (ઉ.વ.૨૦) સવારે પોતાના ઘરે હતી ત્યારે ઉપરના માળે રહેતા કૌટુંબીક કાકા રોનીત અને તેની માતા સરોજબેને પાણી ઘરવા પ્રશ્ને ઝઘડો કરી ઉશ્કેરાઇને પાઇપ તથા ગાગર વડે હુમલો કરતા ધારાને ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ અંગે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે બીજા બનાવમાં ગોંડલ રોડ એસ.ટી.વર્કશોપ પાસે આવેલ ગજાનંદ પ્લાયવુડ પાસે રામભવન સુખરામ વિશ્વકર્મા (ઉ.વ.૨૯) (રહે.મહાદેવવાડી રોડ)ને પ્લાઇવુડની ગાડી ખાલી કરવા બાબત ઝઘડો કરી મજૂર પપ્પુ તથા તેની સાથેના પાંચ શખ્સોએ લાકડી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે માલવીયાનગર પોલીસે તપાસ આદરી છે.

પૈસાની ઉઘરાણી પ્રશ્ને મહિલા પર હુમલો

જામનગર રોડ પર એફસીઆઇના ગોડાઉન પાછળ રત્નમ એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા સિધ્ધીબેન કૌશબભાઇ પાટડીયા (ઉ.વ.૩૧) સવારે પોતાના ઘરે હતી ત્યારે વિજય નવરત્ન દીક્ષીત તેની પત્નિ લક્ષ્મીએ ઝઘડો કરી બેટ વડે માર માર્યો હતો. આ બનાવમાં સિધ્ધીબેને અગાઉ રૂ.૨૦ હજાર વિજયને ઉછીના આપ્યા હતા તેની ઉઘરાણી કરતા બંનેએ હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે. બાદ સિધ્ધીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)