Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

બીએનઆઈ દ્વારા ઉદ્યોગકારો માટે બીઝનેસ ક્રિકેટ લીગનું આયોજન

૨૫ થી ૨૮ ફેબ્રુ. દરમ્યાન યોજાશે ટૂર્નામેન્ટ

રાજકોટઃ BNIરાજકોટ દ્વારા રાજકોટના ખ્યાતનામ ધંધા- ઉદ્યોગકારો વચ્ચે ભવ્ય બીઝનેસ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે.

BNI રાજકોટના સભ્યોને પ્રોફેશનલ પધ્ધતિથી ક્રિકેટ સાથે ધંધા વ્યાપારમાં સતત ખુપેલા રહેતા સભ્યને રમતગમત ક્ષેત્રે એકટીવ કરવાના હેતુથી આઈપીએલની જેમ જ ટીમ- ફ્રેન્ચાઈઝી- પ્લેયર ઓકશન વગેરે સાથેની ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટ લીગમાં માત્ર BNIના મેમ્બર્સ જ ભાગ લઈ શકશે. જેની ઓકશનની પ્રક્રિયા આજે ફિનિક્ષપાર્ટી પ્લોટ ખાતે યોજાએલ. સમગ્ર ટુર્નામેન્ટ તા.૨૫ થી તા.૨૮ ફેબ્રુઆરી સુધી ગાર્ડી વિદ્યાપીઠના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની છે. તેમ BNI રાજકોટની બીઝનેસ ક્રિકેટ લીગના મુખ્ય આયોજકો કશ્યપ ચોટાઈ, વિજય અઘેરા અને શ્યામ ઘેડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.(મો.૯૮૭૯૫ ૯૦૫૦૫)

(4:04 pm IST)