Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

રાજકોટમાં માંડાડુંગર પાસે રહેતી 16 વર્ષની બાળા સોમી અને ગીર ખામ્ભાથી આવેલી તેના મામાની દિકરી રાજલના ડૂબી જતાં મોત

રાજકોટઃ શહેરના આજીડેમથી આગળ આવેલા માંડા ડુંગર પાસે મફતિયા પરામાં રહેતી 16 વર્ષની બાળા સોમી ભીખાભાઇ ટાપરિયા તથા વિસાવદરના ગીર ખાંભાથી આવેલી તેના મામાની દિકરી 13 વર્ષની રાજલ સોમાભાઈ ધાનોયાના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. કપડા ધોવા માટે આ મામા ફઇની બહેનો ગઈ હતી ત્યારે એક બહેન ડૂબવા લાગતા બીજી તેને બચાવવા જતા બંને ડૂબી ગયાનું બહાર આવી રહ્યું છે.

મૃતક સોમી ત્રણ ભાઈ ત્રણ બહેનોમાં 5મી હતી. જ્યારે રાજલ 2 ભાઈ 4 બહેનમાં બીજી હતી. બનાવથી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. બંને બાળાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પણ અહીં મૃતદેહજ પહોંચ્યા હતા. હોસ્પિટલ ચોકીના રાજેશભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરી છે. 

(7:05 pm IST)