Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

ગુજરાત સરકારના ઇ-ગુજકોપ પ્રોજેક્ટમાં આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસાનો હુકમ કરતા

રાજકોટ: પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે દારૂના ગુનામાં સામેલ વધુ એક શખ્સને પાસામાં ધકેલી દીધો છે. બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રહેતાં હૈદરઅલી મહેબુબભાઇ શેખ( ઉ.વ.૧૯ રહે. ભાવનગર રોડ બેડીપરા શ્રમજીવી)ને અમદાવાદ જેલહવાલે કરાયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, ડીસીપી મનોહરર્સિંહ જાડેજા અને એસીપી એચ.એલ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયા, પી.સી.બી.શાખાના પોલીસ ઇન્સપેક્ટર આર.વાય.રાવલ તથા પો.સ.ઇ. જી.એસ.ગઢવી તથા એ.એસ.આઇ. અજીતભાઇ ડાભી તથા પો.હેડ કોન્સ, કેલવીન સાગર તથા ભુપતભાઇ વાસાણી તથા આનંદભાઇ પરમાર તથા શૈલેષભાઇ ભીસડીયા તથા વિજયભાઇ મેતા તથા જયદીપભાઇ ધોળકીયા તથા નરંસગભાઇ ગઢવી તથા સહદેવસિંહ જાડેજા તથા રમેશભાઇ માલકીયા તથા યુવરાજસિંહ રાણા તથા દિવ્યેશભાઇ ઉપરા તથા પી.સી.બી.શાખાના પો.હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ તથા શૈલેષભાઇ રાવલ તથા પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા તથા રાહુલહીરી ગોસ્વામી તથા મનીષાબેન યાદવે વોરન્ટ બજવણી કરી હતી.

(7:49 pm IST)