Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નકલી ડેન્ટીસ્ટ ડોકટરનેઝડપી પાડતી રાજકોટ શહેર એસ.ઓ.જી.

રાજકોટઃ શહેરના લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલ.ઓફીસ પાસે આવેલ અનુપમ સોસાયટી શેરી નં-૪ મા આવેલ “કર્મયોગ"નામના મકાનમાં ડેન્ટીસ્ટ ડોક્ટર કલીનીક ખોલી અલ્પેશ ભરતભાઇ જોષી ઉ.વ-૪૫, કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના,છેલ્લા ત્રણ વર્ષથી હોસ્પીટલના સાધનો, ઇજેકશન દ્વારા દાંતના બીમારીના દર્દીઓના સ્વાધ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરતો હોઈ તેને પકડી લઈ અલગ-અલગ મેડીસીન તથા સાધનો વિગેરે મળી કુલ કિ.રૂ. ૮,૭૦૦/-ના મુદામાલ કબજે કરી આઇ.પી.સી. કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેકટીસનર એકટની કલમ ૩૦ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. વધુ તપાસ માલવીયાનગર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે. આ કામગીરી એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય રાવલ તથા પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા પો.હેડ.કોન્સ ઝહીરભાઈ ખફીફ તથા અનીલસીંહ ગોહીલ તથા પો.કોન્સ વિજેંદ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ અઝરુદીનભાઇ બુખારી પો.કોન્સ જયુભા પરમાર તથા પો.કોન્સ ધીરેનભાઇ ગઢવી તથા મહીલા પો.કોન્સ સોનાબેન મુળીયા નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(8:43 pm IST)