Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નવરંગપરામાંથી માલવીયા નગર પોલીસે ધર્મેશને 26 હજારના દારૂ સાથે પકડયો

રાજકોટઃ માલવીયા નગર ડી.સ્ટાફના પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ભાવેશભાઇ ગઢવીની સંયુકત બાતમી આધારે લક્ષ્મીનગર રોડ નવરંગપરા શેરી નં.૪ માંથી ધર્મેશ કીશોરભાઇ રાજપુત ઉ.વ ૨૭ રહે. પટેલ પાર્ક શેરી નં.૩ ખીજળા વાળો મેઇન રોડ રાજકોટને રૂ. 26370ના વિદેશી દારૂ સાથે પકડી લેવાયો છે. 

આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા તથા યુવરાજસિંહ જાડેજા તથા દિગ્ધાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા મહેશભાઇ ચાવડા તથા રોહીતભાઇ કછોટ તથા હીતેષભાઇ અગ્રાવત સહિતે પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમની સૂચના મુજબ કરી હતી.

(10:16 pm IST)