Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

શનિથી બુધ એકલ-દોકલ વિસ્‍તારમાં છાંટાછુટીઃ તા.૩, ૫ અને ૯ માર્ચના અમુક સેન્‍ટરોમાં પારો ૩૯, ૪૦ ડીગ્રીની રેન્‍જમાં

હાલના મહતમ તાપમાન કરતા ૫થી ૬ ડીગ્રીનો વધારો થશે, કયારેક -કયારેક વાદળાઓ છવાશે : વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૨થી ૯ માર્ચ સુધીની આગાહી

રાજકોટઃ આગામી દિવસોમાં ગરમી વધશે તો આગામી શનિવારથી બુધવાર સુધી એકલ દોકલ વિસ્‍તારમાં છાટાછુટીની શકયતા છ.ે તો તા.૩, ૪, ૫, અને ૯ માર્ચના અમુક સેન્‍ટરોમાં હીટવેવની સંભાવના છે. ગરમીનો પારો ૩૯થી ૪૦ ડીગ્રીની રેન્‍જમાં આવી જશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલએ જણાવ્‍યુ છે.

તેઓએ જણાવેલ કે હાલમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ-ગુજરાતમાં મહતમ તાપમાન નોર્મલથી ૩ થી ૪ ડીગ્રી વધુ રહે છે. જેમકે અમદાવાદ, ૩૭.૩, રાજકોટ ૩૭.૩, ભુજ ૩૭.૪ આ બધા નોર્મલથી ૪ ડીગ્રી તાપમાન ઉચું છે અમરેલી ૩૭.૨ (નોર્મલથી ૩ ડીગ્રી ઉચુ), હાલ નોર્મલ મહતમ તાપમાન ૩૩ ડીગ્રી ગણાય. જે આવતા એક સપ્તાહમાં નોર્મલ મહતમ તાપમાન ૩૪ ડીગ્રી થઇ જશે

વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલએ તા.૨થી ૯ માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે સૌરાષ્‍ટ્ર  કચ્‍છ-ગુજરાતમાં પવન મુખ્‍યત્‍વે ઉતરના ફુકાશે. તા.૬ માર્ચથી પવન નોર્થ અને નોર્થ વેસ્‍ટ બાજુના ફુકાંશે. તા.૬ બાદ પવનની ઝડપ ૧૦ થી ૨૦ કિ.મી.ની રહેશે. આગાહી સમયમાં કયારેક કયારેક વાદળા છવાશે

તા.૪ થી ૮ માર્ચ દરમ્‍યાન સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં એકલ દોકલ વિસ્‍તારમાં છાટાછુટીની શકયતા છે

તા.૩ થી ૫ માર્ચ તેમજ તા.૯ માર્ચના મહતમ તાપમાનમાં હાલ જે તાપમાન છે તેના કરતા તાપમાનમાં નોર્મલથી પાંચથી ૬ ડીગ્રી વધારો થશે. મહતમ તાપમાન અમુક સેન્‍ટરોમાં પારો ૩૯થી ૪૦ની રેન્‍જમા પહોંચી જશે. તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચે ત્‍યારે હીટવેવ કહેવાય

(3:30 pm IST)