Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

શાપર-વેરાવળ પાસે અજાણ્‍યા પુરૂષની લાશ મળીઃ વાલી-વારસની શોધ

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી તા. ૩ :.. શાપર વેરાવળ પાસે વેરાવળ ભૂમિ ગેઇટની પાસે સર્વોદય સ્‍કુલના ગેઇટ પાસે ગત તા. ર૦-ર-ર૦ર૩ ના અજાણ્‍યો પુરૂષ આશરે ૩પ વર્ષ કોઇ અગમ્‍ય કારણસર મરણ ગયેલ છે. તેણે શરીરે કાળા કલરનું ટંૂકી બાયનું ટી-શર્ટ તથા અબ્‍લુ કલરનું જીન્‍સનું પેન્‍ટ પહેરેલ છે તેમજ લાલ કલરનો બેલ્‍ટ પહેરેલ છે. મરણ જનારના માથામાં કાળા વાળ છે. જે મરણજનારની ઓળખ થયેલ નથી. અને તેના વાલી વારસો મળી આવેલ નથી. જેથી મરણજનારની લાશને રાજકોટ સરકારી હોસ્‍પીટલ ખાતે કોલ્‍ડ રૂમમાં રાખવામાં આવેલ છે. મરણ જનાર વ્‍યકિતને ઓળખી શકાય તેવી કોઇ માહિતી મળે અથવા મરણજનાર વ્‍યકિતના વાલી વારસો બાબતે કોઇ જાણકારી હોય તો શાપર (વેરાવળ) પોલીસ સ્‍ટેશન ફોન નંબર ૦ર૮ર૭ રપ૩૬૦૦ અથવા ત.ક.અ. એસ. જે. રાણા પોલીસ સબ ઇન્‍સ. શાપર વેરાવળ મો. ૯૬૮૭૬ ૦૯૩૬૯ ઉપર જાણ કરવા વિનંતી છે તસ્‍વીરમાં મૃતકની લાશ નજરે પડે છે. (તસ્‍વીર : અહેવાલ : બસીર બાંગા કોટડાસાંગાણી)

(12:07 pm IST)