Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

એચડીએફસી લાઈફનો ગૅરન્‍ડીટ ઈન્‍ક્‍મ ઈન્‍સ્‍યૉરન્‍સઃ પ્‍લાન તમારા પ્રિયજનો માટે સુરક્ષિત

(કેતન ખત્રી) અમદાવાદઃ અગ્રણી જીવન વીમા પ્રદાતા એચડીએફસી લાઈફે એચડીએફસી ગૅરન્‍ટીડ ઈન્‍કમ ઈન્‍સ્‍યૉરન્‍સ પ્‍લાન રજૂ કર્યો છે. આ પ્‍લાન ખાતરીપૂર્ણ (ગૅરન્‍ટીડ), નિયમિત, કર-મુક્‍ત લાભ અને ગૅરન્‍ટીડ મરણોત્તર લાભો આપે છે. એચડીએફસી ગૅરન્‍ટીડ ઈન્‍કમ ઈન્‍સ્‍યૉરન્‍સ પ્‍લાન સાથે, કંપની પોતાના ગ્રાહકોને એવી તક પૂરી પાડી રહી છે, જે નિયમિત અને ખાતરીપૂર્ણ આવકના માધ્‍યમથી તેમને આધાર આપે એવું નાણાંકીય ભંડોળ ઊભું કરવાની તક પૂરી પાડે છે. તેમ પ્‍લાનના લૉન્‍ચ પ્રસંગે બોલતા એચડીએફસી લાઈફના પ્રોડક્‍ટ ઍન્‍ડ સૅગ્‍મેન્‍ટ હૅડ અનીશ ખન્નાએ જણાવ્‍યું હતું

તેઓને જણાવેલ કે એચડીએફસી લાઈફ ખાતે, અમારા પૉલિસીધારકો અને તેમના પ્રિયજનો માટે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારો ધ્‍યેય હોય છે. પ્રોડક્‍ટ શ્રેણી તરીકે જીવન વીમો સુરક્ષા અને લાંબા ગાળાની બચત, એમ બમણો લાભ પૂરો પાડે છે. એચડીએફસી ગૅરન્‍ટીડ ઈન્‍કમ ઈન્‍સ્‍યૉરન્‍સ પ્‍લાન ગૅરન્‍ટીડ વળતર આપવાની સાથે પૉલિસીધારકને ભાવિષ્‍યની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ પણ આપતું હોવાનું અંતમાં જણાવાયુ છે.

(2:58 pm IST)