Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રવિવારે ‘ગુદડી કા લાલ' વિદ્યાર્થી સત્‍કાર સમારોહ

સરકારી શાળામાં અભ્‍યાસ કરતાં ક્ષત્રિય (ગિરાસદાર) સમાજના ધો.૧ થી ૮ના દીકરા - દીકરીબાઓને શૈક્ષણિક કીટ આપી સન્‍માન કરાશે

રાજકોટ : ક્ષત્રિય રાજ ફાઉન્‍ડેશન - રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત માત્રને માત્ર સરકારી શાળામાં અભ્‍યાસ કરતા ક્ષત્રિય (ગીરાસદાર) સમાજના ધોરણ ૧ થી ૮ના ૩૦૦ જેટલા દીકરાઓ - દીકરીબાનું સન્‍માન આવતા રવિવારે તા.૫ માર્ચના હેમુ ગઢવી નાટય ગૃહ ખાતે બપોરે ૨ કલાકે ભવ્‍યાતિ ભવ્‍ય વિદ્યાર્થી સત્‍કાર સન્‍માન સમારંભ ગુદડી કા લાલ' (ગુદડી કા લાલ એટલે ચીથરે વીટળાયેલુ રતન) યોજાશે.

આ કાર્યક્રમમાં વિજયસિંહ જે. જાડેજા (શ્રી રાજ સિકયુરીટી)નો સહયોગ મળેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા તેમજ જયપાલસિંહ રાઠોડ (એસ.પી. - રાજકોટ ગ્રામ્‍ય), ભાવનાબા ઝાલા (ડે. કલેકટર સુ.નગર), સી જે ચાવડા (ધારાસભ્‍ય - વિજાપુર), ઈન્‍દ્રવિજયસિંહ ગોહિલ (કાર્યકારી પ્રમુખ - કોંગ્રેસ), નરેન્‍દ્રસિંહ જાડેજા (કોર્પોરેટ વોર્ડ - ૩), વિજયસિંહ ઝાલા (સમાજ અગ્રણી) વગેરે ઉપસ્‍થિત રહેશે.

માત્ર ને માત્ર સરકારી શાળામાં અભ્‍યાસ કરતા ક્ષત્રિય સમાજના તમામ દીકરા - દીકરીઓને પ્રમાણપત્ર સાથે શૈક્ષણિક કીટ - સ્‍કુલ બેગ, ફૂલસ્‍કેપ નોટબુક, પેન - પેન્‍સીલ વગેરે દ્વારા સન્‍માનિત કરવામાં આવશે.

આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ ક્રિપાલસિંહ રાણા (સદાદ) (મો.૯૭૧૪૦ ૯૮૫૯૭), ઉપપ્રમુખ પૃથ્‍વીસિંહ જેઠવા (મોરાણા) (મો.૯૯૨૫૬ ૦૦૯૦૦), પ્રવકતા દિગ્‍વિજયસિંહ વાઘેલા (ધીગડા), મંત્રી શકિતસિંહ વાઘેલા (ભાડેર), સહમંત્રી રાજદીપસિંહ જાડેજા (વડાળી), જયદીપસિંહ જાડેજા (માંડવા), કિર્તીસિંહ જાડેજા (વાઘરવા), પુષ્‍પરાજસિંહ ગોહિલ (લંગાળા), અજયસિંહ ગોહિલ (રામણકા), રામચંદ્રસિંહ જાડેજા (ખાખડા - બેલા), દિગુભા જાડેજા (વાવડી), મહેન્‍દ્રસિંહ જાડેજા (ચાંદલી), નરપતસિંહ જાડેજા (રાજપર), રાજદીપસિંહ જાડેજા (મેટીયા), જગદેવસિંહ જાડેજા (ડેરી), જયદીપસિંહ જાડેજા (પાળ), ભગીરથસિંહ ઝાલા (બલાળા), માલદેવસિંહ ઝાલા (મીણાપુર), મહીરાજસિંહ ઝાલા (રતનપર), ભુપેન્‍દ્રસિંહ ગોહિલ (સુંદરીયાણા), મયુરસિંહ રાણા (નારીયાણા), ચંદ્રરાજસિંહ રાણા (કારોલ), હાર્દિકસિંહ જાડેજા (રાજપરા ગઢ), દિગુભા ચુડાસમા (ભડીયાદ), નીલદીપસિંહ ઝાલા (ખંભલાવ), લક્કીરાજસિંહ જાડેજા (ચાંદલી), યુવરાજસિંહ ઝાલા (ખાખડાબેલા), રવિરાજસિંહ ચુડાસમા (વાગડ), હરદીપસિંહ રાયજાદા (રૂપાવટી), જીતુભા ચુડાસમા (નીલાખા), નરેન્‍દ્રસિંહ જાડેજા (રાવકી), માલદેવસિંહ વાઘેલા (બંધીયા), હાર્દિકસિંહ જાડેજા (મજોઠ), જયપાલસિંહ જાડેજા (મુળીલા), વિજયસિંહ જાડેજા (માંછરડા), વિક્રમસિંહ પરમાર (નવાણીયા), સુરસિંહ ચુડાસમા (તગડી), હરપાલસિંહ જાડેજા (વડાલી), યુવરાજસિંહ રાણા (ભડવાણા), દેવવ્રતસિંહ જાડેજા (ખીજદળ) વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:03 pm IST)