Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રેસકોર્ષ બાલભવનની સામે જાહેરમાં જુગાર રમતા રાજુ અને રમેશ પકડાયા

પ્રનગર પોલીસનો દરોડો : બે શખ્‍સોની ધરપકડ

રાજકોટ,તા. ૩ : રેસકોર્ષમાં બાલભવનની સામે શૌચાલય પાસે પ્રનગર પોલીસે પેટ્રોલીંગ દરમ્‍યાન બે શખ્‍સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રેસકોર્ષના મેદાનમાં બાલભવન પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પ્રનગર પોલીસ મથકના પી.એસ.આઇ એમ.એ.વાઘેલા તથા કોન્‍સ. રાજભાઇ સાકળીયા સહિતે દરોડો પાડી બાલભવન પાસે શૌચાલયની બાજુમાં તીનપતીનો જુગાર રમતા રાજુ નારણભાઇ ધોળકીયા (રહે. સદરબજાર) અને રમેક જીવરાજભાઇ રાવલ (રહે. જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશીપ)ને પકડી લઇ રૂા. ૨૦૮૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

(4:19 pm IST)