Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

વાહન અકસ્‍માત વળતરના ૧૦૪ કેસોમાં પાંચ કરોડ ર૦ લાખનું વળતર મંજુર

રાજકોટ તા.૩ : ગત તા.૧૧-ર-ર૩ના રોજ રાજકોટ ખાતે લોકઅદાલતનુ આયોજન થઇ ગયેલ અને જેમાં કુલ ઘણા બધા કલેઇમ કેસો પુરા થયેલ હોય જેમાં ૧૦ર વાહન અકસ્‍માતના કલેઇમ કેસોમા઼ કુલ રૂા.પ,ર૦,૦૦,૦૦૦-૦૦ જેટલી જંગી વળતર નામદાર કોર્ટ રાજકોટ દ્વારા મંજુર કરવામાં આવેલ અને કોર્ટે આ તમામ ૧૦ર કલેઇમ કેસોમાં  સબંધીત તમામ વીમા કાુ.ને ર માસમાં આ તમામે તમામ વળતરની રકમ કોર્ટમાં જમા કરાવવા આદેશ કરાયો છે.

આ કલેઇમ કેસોમાં મુખ્‍યત્‍વે ગુજરનાર કલેઇમ કેસો પુરા કરવામાં આવેલ હોય જેમાં મોરબીના ગુજરનાર જેન્‍તીભાઇ પથુભાઇ દંતેસરીયા કોળીના કલેઇમ કેમાં રૂા.ર૪,પ૦,૦૦૦-૦૦ મોરબીના સંજયભા મરીયા (રબારી)ના  કારખાનામાં મજુરી કરતા ગુજરનાર નાથીબેન નાનસીંગ ડામોરના કલેઇમ  કેસમાં ૧પ,રપ,૦૦૦-૦૦ મોરબીના કાજરડા ગામના  ગુજરનાર ગફુરભાઇ મોહમદભાઇ મોવરના કલેઇમ કેસમાં રૂા.૧૪,પ૦,૦૦૦-૦૦ રાજકોટ એસ.આર.પી.માં નોકરી કરતા મોચી અનીલભાઇ જેઠવાની માતુશ્રી ગુજરનાર દમયંતીબેન જેઠવા કલેઇમ કેશમાં રૂા.૪,૯પ,૦૦૦-૦૦ કેશોદના ગુજરનાર અશોકકુમાર વશરામભાઇ દેકીવાડીયાના ૭,૦૦,૦૦૦-૦૦ કેસમાં લાલપુરના બબરજર ગામના ભરવાડ ગુજરનાર દિલીપભાઇ ભીમાભાઇ રાણીંગાના કલેઇમ કેસમાં પ,૦૦,૦૦૦-૦૦ તથા તેની સાથેના ગુજરનાર કરશનભાઇ બીજલભાઇ રાણીંગાના કલેઇમ કેશમાં ૧૪,રપ,૦૦૦-૦૦ આમ બધા કેશો તેમજ અમુક ઇજા થયેલાના કલેઇમ કેસમાં રૂા.૧૪,રપ,૦૦૦-૦૦ આમ બધા કેશો તેમજ અમુક ઇજા  થયેલાના કલેઇમ કેસો મળી કુલ ૧૦ર વાહન અકસ્‍માતના કેસો પુરા થયેલ જે કલેઇમ કેસોમાં રૂા.પ,ર૦,૦૦૦-૦૦ જેટલી જંગી વળતર ના. કોર્ટ રાજકોટ દ્વારા મંજુર કરવામાં આવેલ.

રાજકોટમાં કુલ ૩૬૬ અકસ્‍માતના કલેઇમ કેશો પુરા થયેલ પરંતુ છેલ્લા બે માસની આ ૧૦૪ કલેઇમ કેસોના વકીલશ્રીઓ શ્રી રવિન્‍દ્ર ડી. ગોહિલ તથા  શ્‍યામ જે ગોહિલે રાત દિવસ એક કરીને ખુબ જ મહેનત કરી વીમા કુા.માં રજુઆત કરી આ પાંચ કરોડ વીસ લાખ જેટલું વળતર મંજુર કરાવેલ હોય આ તમામ કેસોમાં રાજકોટના વકીલશ્રી રવિનદ્ર ડી. ગોહેલ, શ્‍યામ જે. ગોહિલ, હિરેન ગોહિલ, મૃદુલા ગોહિલ તથા મદદમાંશ્રી દિનેશ ડી. ગોહેલ વિ. રોકાયેલા હતા.

(4:23 pm IST)