Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પત્રકારત્વના પૂર્વ વિદ્યાર્થીઓને હિરાણી કોલેજનો સાદ :૧૯ માર્ચે મળશે એલમની મીટ

સ્નોહ સંમેલનમાં પ્રસિદ્ધ લોકસાહિત્યકાર-હાસ્ય કલાકાર સાઈરામ દવેના હાસ્ય કાર્યક્રમ સહિત અનેકવિધ આયોજનોઃ મામુ બનાવ્યો છેઃ ફેઈમ વિનોદ ગોરી મનોરંજન સાથે ગેઇમ્સ રમાડશેઃ 'ઓપન માઇક' અંતર્ગત વિદ્યાર્થીઓ સંસ્મરણો રજૂ કરશે

રાજકોટ તા.૦૩:     શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરર્ફોમિંગ આર્ટસ, રાજકોટના પત્રકારત્વના પૂર્વ વિદ્યાર્થીઓનું એલમની સ્નોહ સંમેલન તારીખ ૧૯ માર્ચ, ૨૦૨૩ના રોજ યોજાનાર છે.

શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એલમની એસોસીએશનની કોર ટીમના સદસ્ય વિપુલ રાઠોડ, પ્રતિક સંઘાણી, અમિત દવે, સન્ની ગોહિલ, ડો. ઈરોઝ વાજા,   ડો. દીપક મશરૃ અને રાજ લક્કડની યાદીમાં જણાવાયાનુસાર, ડીલાઈટ પાર્ટી પ્લોટ, નવો રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાનાર સ્નોહ સંમેલનમાં હિરાણી કોલેજના પત્રકારત્વ વિભાગમાં સને ૧૯૯૧ થી ૨૦૨૩ સુધીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહીને કોલેજ સાથેની પોતાની જૂની યાદો તરોતાજા કરશે.

ઉલ્લેખનીય છે કે, એલમની મીટને લઈને હિરાણી કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પ્રવૃત્તિ રહ્યો છે. કાર્યક્રમને વિશાળ સફળતા મળે તે માટે વિદ્યાર્થીઓએ તમામ જવાબદારીઓ સ્વયં વહેંચી લીધી છે. ડીલાઈટ પાર્ટી પ્લોટમાં સવારે ૧૦ વાગ્યાથી લઈને સાંજના વાગ્યા સુધી યોજાનાર પ્રસંગમાં ભોજન સમારોહ ઉપરાંત પ્રસિદ્ધ હાસ્યકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે વિદ્યાર્થીઓનું મનોરંજન કરશે. ઉપરાંત સ્નોહમિલન અંતર્ગત ઁમામુ બનાવ્યો છેઁ ફેઇમ કોલેજના પૂર્વ વિદ્યાર્થી વિનોદ ગોરીની ગેમ્સ અને મનોરંજન કાર્યક્રમ આપશે. ઉપરાંત ગુજરાતી સુગમ સંગીત અને શૌર્ય ગીતોનું પણ આયોજન થયું છે. કાર્યક્રમ અંતર્ગત પૂર્વ વિદ્યાર્થીઓ માટે ઁઓપન માઈકઁ કાર્યક્રમ થશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના સંસ્મરણ વાગોળશે.

કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓને જોડવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઇ રહ્યા છે. સ્નોહ સંમેલનમાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરર્ફોમિંગ આર્ટ્સના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક હિરાણીએ પણ એક નિવેદનમાં એલમની મીટમાં હાજરી આપવા વિદ્યાર્થીઓને લાગણીસભર અપીલ કરી છે.

  અંગે વધુ વિગતો માટે રાજ લક્કડ ( ૯૪૦૮૫ ૨૪૩૬૩), રોહિત હિંડોચા ( ૯૮૯૮૭ ૬૬૭૬૬ ) અથવા યોગેશ રાઠોડ ( ૭૦૪૩૯ ૪૨૪૩૭ )નો સંપર્ક કરી શકાશે.

 

(4:30 pm IST)