Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સિંચાઇ ખાતામાં અધિકારીઓ કર્મચારીની ભારે અછતઃ ફીકસ પગારવાળાથી કામ ચલાવાય છે...!!

વર્ગ-૩ માં ૧૧૬ માંથી ૪પ જગ્‍યા ખાલી છેઃ પટ્ટાવાળાની પણ અછતઃ ફીકસ કર્મચારીને માત્ર ૯ થી ૧૦ હજાર મળે છે : અધિક્ષક ઇજનેરની તમામ જગ્‍યા ખાલી છેઃ વર્ગ-ર માં ૧૪પ માંથી માત્ર ૬૪નો સ્‍ટાફ છે : કર્મચારી ચાર અને ડાયરેકટર : બાર જેવો જબરો તાલ સજાર્યો છે....

રાજકોટ તા. ૩ : સિંચાઇ ખાતાના ટોચના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ સૌરાષ્‍ટ્રમાં દરેક વર્તુળ કચેરી, વિભાગો પેટા વિભાગોમાં અધિકારીગણ તેમજ કર્મચારીગણ માત્ર રપ ટકા છે. તેમજ કામનું ભારણ વધારે છે. સરકાર યોજના જાહેર કરે છે. પરંતુ જે કામ સિંચાઇ ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓની અછત છે તે ધ્‍યાને લેવામાં આવતી નથી સરકાર અધિકારી-કર્મચારીની માહિતી મંગાવે છે. કેટલી જગ્‍યા છે. કંટલી  ખાલી છે જે બધું જાણે છે, સિંચાઇ ખાતાના અધિકારી કર્મચારીઓની હાલની દશા દયાહીન છે, બેકાર ચાર ડાયરેકટર બાર કામ કરવાવાળા ચાર અને કામ કરાવવા વાળા ૧ર જેવી દશા સિંચાઇ વિભાગની છે. વિગતો મુજબ અધિક્ષક ઇજનેર રાજકોટ સિંચાઇ યોજના વર્તુળમાં હાલ વર્ગ-૧ ની ૩ જગ્‍યા ખાલી છે. વર્ગ-ર ની કુલ જગ્‍યા ૪૨ જેમાં ૬૪ ભારેલ વર્ગ-૩ ૧૧૬ જગ્‍યા છે. તેમાંથી ભરેલ ૭૧ વર્ગ-૪ ની કુલ જગ્‍યા ૪પ ભરેલ ૩૮ છે. આમ આખા સૌરાષ્‍ટ્રમાં જામનગર, સુ.નગર, રાજકોટ વિભાગો પેટા વિભાગોમાં મોટા ભાગની જગ્‍યા ખાલી છે.

સિંચાઇ ખાતાની અધિક્ષક ઇજનેરની તમામ જગ્‍યા ખાલી છે. હાલમાં ઇન્‍ચાર્જ કાર્યપાલક ઇજનેર ફરજ બજાવે છે. આજ રીતે અધિક્ષક ઇજનેર રાજકોટ સિંચાઇ વર્તુળ અધિક્ષક ઇજનેર દ્વારા પ્રવેશ - નિવારણ વર્તુળ અધિક્ષક ઇજનેર પંચાયતનું વર્તુળ. દરેક વર્તુળ, વિભાગો, પેટા-વિભાગોમાં નહીવત સ્‍ટાફ છે. અને તેમાં થઇ રહેમરાહે, વારસાગત, નિમણુંક મળેલ છે.

તેમાં પણ કોન્‍ટ્રાકટર  પર ૯ થી ૧૦ હજારમાં વર્ગ-૩ ના કર્મચારીઓ કામ કરે છે. તેની કોઇ જવાબદારી ખરી કે નહીં. આમ લોલમલોલ લાકડીવાળી ચાલે છે. તેવું કર્મચારી  આલમમાંથી જાણવા મળેલ છે. ફીકસ પગારવાળા કર્મચારીઓની વેદના થઇ છે. થાય શું કરી ન કરી ને નોકરી તેમને ફીકસ પગાર ન તો મોંઘવારી ભથ્‍થુ નહીં ટ્રાવેલ્‍સ ભથ્‍થુ, વાહન વ્‍યવહાર પેટ્રોલ આથી તેવોની દશા ખરાબ છે. જે મળ્‍યું તે મીઠું ડીગ્રી એમ. બી., એ. બી.બી.એ. ઉચ્‍ચ અભ્‍યાસ કરે છે. જેને સરકાર બેરોજગાર ભથ્‍થા જેવી ૯ થી ૧૦ હજાર માસીક આપે છે.

સિંચાઇ મંત્રી તાકીદે આ બાબતે યોગ્‍ય કરે, પ્રશ્ન હલ કરે તેવી કર્મચારીગણની મૂંગી વેદના સાથે માંગણીઓ ઉઠી છે.

(4:38 pm IST)