Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કોઠારીયા કોલોનીના કોમન પ્‍લોટમાં ગેરકાયદે બાંધકામનું દબાણઃ રહેવાસીઓનો આક્ષેપ

રાજકોટ તા. ૩ :.. શહેરના કોઠારીયા કોલોની વિસ્‍તારના કોમન પ્‍લોટમાં ગેરકાયદે  બાંધકામ કરી લેવાનો સ્‍થાનીકોએ આક્ષેપ કર્યો હતો અને આ અંગે મનપા તંત્રમાં ફરીયાદ કરવામાં આવી છે.

‘અકિલા' કાર્યાલયની મુલાકાત દરમિયાન સ્‍થાનીકોએ જણાવેલ કે, કોઠારીયા કોલોની, ભકિતનગર સર્કલ તથા સોરઠીયાવાડી સર્કલની વચ્‍ચે આવેલ છે. કોઠારીયા કોલોનીમાં અલગ અલગ કવાર્ટર ધારકો રહેણાંક ધરાવે છે અને કોઠારીયા કોલોનીનો રહેણાંક ધરાવતા લોકોના ઉપયોગ માટે કોમન પ્‍લોટ રાખવામાં આવેલ હતો. જે કોમન રહેણાંક ધરાવતા લોકોના ઉપયોગ માટે કોમન પ્‍લોટ રાખવામાં આવેલ હતો. જે કોમન પ્‍લોટની બાજૂમાં કવાર્ટર નં. ર૮૦ આવેલ છે. આ કોમન પ્‍લોટમાં એક પાંચ માળનું ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. જયારે આ જગ્‍યા કોઠારીયા કોલોનીમાં રહેણાંક ધરાવતા વ્‍યકિતઓ માટેની કોમન વપરાશની જગ્‍યા છે. તેમ છતા આ જગ્‍યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ છે.

આમ આ  કોમન પ્‍લોટમાં ગેરકાયદેસર રીતે કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વગર બાંધકામ કરી લીધેલ અને હાલ કોઠારીયા કોલોનીનો લે-આઉટ પ્‍લાનમાં સ્‍પષ્‍ટ પણે જણાય આવે છે કે કોમન પ્‍લોટની જગ્‍યા ખુલ્લી અને શેરી પણ આવેલ છે. તેમ છતાં શેરી બંધ કરી કોમન પ્‍લોટની જગ્‍યામાં ગેરકાયદેસ બાંધકામ કર્યાનો આક્ષેપ કર્યો હતો.  તાત્‍કાલીક ધોરણે આ સમસ્‍યાનો ઉકેલવા કોઠારીયા કોલોનીના રહેવાસીઓએ તંત્રમાં રજૂઆત કરી હતી.

(4:38 pm IST)