Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

મોઢ વણિક સમાજ દ્વારા રવિવારે ફ્રી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ

વિવિધ નિષ્‍ણાંત તબીબોની સેવા : લેબોરેટરી રીપોર્ટ પણ મફત : સ્‍થળ પર જ નામ નોંધણી

રાજકોટ,તા. ૩ : મોઢ વણિક સમાજ રાજકોટ દ્વારા સતત પાંચમી વખત સુપર સ્‍પેશ્‍યિાલિસ્‍ટ ડોકટરોની ટીમની હાજરીમાં મોઢ વણિક જ્ઞાતીજનો માટે ફ્રી હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ તા. ૫/૩/૨૦૨૩, રવિવારે ૮ થી ૧૨ મોઢ વણિક વિદ્યાર્થી ભવન, ૫-રજપુત પરા, રાજકોટ ખો યોજેલ છે.

ઉદ્દઘાટન તથા સ્‍પેશ્‍યલ હેલ્‍થ એજ્‍યુકેશન (માર્ગદર્શન) કાર્યક્રમ સવારે ૧૦ કલાકે થશે. થાઇરોઇ, બ્‍લડપ્રેસર, વજન અને ઉંચાઇ, હિમોગ્‍લોબીન, હાડકાની ઘનતા, હાઇડ્રેશન લેવલ, હાડકાની ઘનતા, હાઇડ્રેશન લેવલ, ડાયાબિટીસ, ઓકિસજન લેવલ, બેઝિક ફેટ, પ્રોટીન લેવલ ફ્રી કરી અપાશે.

ડો. દીપા મણિયાર-(ષાી રોગ નિષ્‍ણાંક),ડો. ક્રિષ્‍ના મોરી, ડાયાબિટીસ, થાઇરોઇડ, અને હોર્મોનના સુર (સ્‍પેશ્‍યિાલિસ્‍ટ), ડો.જુહી મણિયાર (કાન, નાક અને ગળાના સર્જન), ડો.નિરવ મહેતા હૃદય રોગ પ્રિવેન્‍શનના નિષ્‍ણાંત), ડો. પ્રિયંકા વડગામા (ન્‍યુટ્રીશન અને ડાયેટના નિષ્‍ણાંત), ડો. નિમિષ પરીખ/ ડો. હિરલ પરીખ (ડેન્‍ટલ સર્જન), ડો. જયદીપ ધોળકિયા (જનરલ પ્રેકિટશનર), ડો.શિવાની મહેતા (પેઇન મેનેજમેન્‍ટ નિષ્‍ણાંત) સેવા આપશે.

કોઇ પણ ડોકટરને કન્‍સલ્‍ટ કરવા જુની ફાઇલ અને રિપોર્ટ સાથે લઇ આવવાના રહેશે. રજીસ્‍ટ્રેશન ત્‍યાં રૂબરૂ આવી ને જ વહેલા તે પહેલાના ધોરણે કરાશે.

મોઢવણિક સમાજ ટ્રસ્‍ટી મંડળના ધર્મેશ એન. શેઠ-પ્રમુખ, ડો.અતુલ જે.વોરા-મહામંત્રી, નિતિનભાઇ ડી.મણિયાર, અતુલભાઇ કે.પારેખ, મહેન્‍દ્રભાઇ ઓ.ગાંધી, જયેશભાઇ એલ.ગાંધી, સંજયભાઇ ડી.મણિયાર, દિપકભાઇ ટી.મહેતા, રસિકભાઇ પી.વોરા, આશીષભાઇ જી.મહેતા, દિપેશભાઇ આર.પારેખ, જયેન્‍દ્રભાઇ જે.પારેખ, રોહીતભાઇ જે.શાહ, દોલતભાઇ એસ.દોશી, કેતનભાઇ (ગોપાલ) વી.વોરા, ધીરેન્‍દ્ર એમ. મહેતા, ચંદ્રકાંત (કાકુભાઇ) એ. મહેતા, યોગેશભાઇ સી.પારેખ, હિતભાઇ ડી.શેઠ, અમિતભાઇ આર.પટેલ, શ્રેયાંસભાઇ એમ. મહેતા માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.

 

(4:38 pm IST)