Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઉનાળાના દિવસોમાં પક્ષી-પ્રાણી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી જીવદયા પ્રેમ નિભાવજો

રાજકોટ તા. : એનીમલ વેલફેર બોર્ડ દ્વારા જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તે માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ થઇ રહી છે. ત્યારે હાલ કાળજાળ ઉનાળાના દિવસો રૂ થઇ ચુકયા હોય અબોલ જીવો પ્રત્યે રૂણા દાખવવા તેમના માટે શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવા એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા જાહેર અપીલ કરાઇ છે. ભારત પ્રેમ અને રૂણાની ભૂમિ છે. ત્યારે બંધારણીય ફરજ સમજીને પ્રાણી અને પશુઓની મદદ માટે તત્પર બની ઘરના ધાબા પર, ઘરની બહાર સ્વચ્છ પાણી ભરીને બાઉલ અચુક મુકવા. જેથી પક્ષી-પ્રાણી તેમની તરસ છીપાવી શકે. પાણી અને બાઉલ સ્વચ્છ રહે તેની નિયમિત જાળવણી રાખવા પણ એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના મેમ્બર ગીરીશભાઇ શાહ અને પ્રેસ પબ્લીક રીલેશન્સ કમીટી મેમ્બર મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)ની યાદીમાં જણાવાયુ છે.

(5:10 pm IST)