Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

આખરે જયપુરથી આવી કેલિબ્રેશન ફ્લાઇટ :હિરાસર એરપોર્ટ પર કાલથી ફ્લાઈટ કેલિબ્રેશનની કામગીરી

રાજકોટ એરપોર્ટથી સવારે ૦૯.૦૦ કલાકે ફ્લાઈટ ટેક ઓફ કરશે અને હીરાસર એરપોર્ટ ખાતે સવારે ૦૯.૧૦ કલાકે લેન્ડિંગ કરશે

 

રાજકોટ : આખરે આખરે જયપુરથી કેલિબ્રેશન ફ્લાઇટ આવી પહોંચી છે,  કલેકટર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર, હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશનની કામગીરી આગામી તા. ૪ અને ૫ માર્ચના રોજ યોજાશે. એરપોર્ટ ખાતે ટ્રાયલ લેન્ડિંગના ભાગરૂપે રાજકોટ એરપોર્ટથી સવારે ૦૯.૦૦ કલાકે ફ્લાઈટ ટેક ઓફ કરશે અને હીરાસર એરપોર્ટ ખાતે સવારે ૦૯.૧૦ કલાકે લેન્ડિંગ કરશે. આ ટેસ્ટીંગ તા. ૪ અને ૫ માર્ચ સમગ્ર દિવસ દરમિયાન ચાલનાર છે.

 

(12:51 am IST)